27 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: મોડાસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રના ટોકન મશિનને શરૂ કરાશે કે પછી ભંગારમાં જવા દેવાશે ?


મોડાસા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રનું ટોકન મશિન ભંગાર બનશે કે શું?
બે વર્ષ અગાઉ પ્રભારી મંત્રીના હસ્તે જનસેવા કેન્દ્રનું થયું હતું લોકાર્પણ
કોરોનાને કારણે ટોકન મશિન બંધ કરાયું હતું, પણ….
મામલતદારનું ટોકન મશિન પર ધ્યાન ક્યારે જશે તે એક સવાલ
કોઇ અધિકારીનું ધ્યાન જશે કે પછી ભંગાર બનશે ?
અરજદારો ટોકન મશિનનો ઉપયોગ કર્યા વિના જ મશિન ભંગાર બને તો નવાઈ નહીં..

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં આધુનિક અને અરજદારોની સુવિધા માટે ટોકન મશિનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જનસેવા કેન્દ્રનું લોકાર્પણ તારીખ 06-03-2020 ના રોજ તત્કાલિન આદિજાતી અને વન મંત્રી તેમજ અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું, જેમાં અરજદારોને સુવિધા મળી રહે તે માટે અને અરજદારોએ લાઈનમાં ઉભા રહેવું ન પડે અને સમયની બચત થાય તે માટે ટોકન મશિન મુકવામાં આવ્યું હતું, જો કે કમનસિબે થાડ સમય પછી કોરોના આવતા આ મશિન છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે, પણ હજુ કોઇ અધિકારીનું ધ્યાન આ મશિન પર જતું નથી.

Advertisement

મોડાસા જનસેવ કેન્દ્રમાં મુકવામાં આવેલ ટોકન મશિન લાખો રૂપિયાના ખર્ચે અરજદારોની સુવધા માટે મુકાયું હતું પરંતુ હજુ સુધી તનો ઉપયોગ નહિંવત થયો છે, જનસેવા કેન્દ્ર શરૂ કર્યા પછી કોરોનાનો કહેર શરૂ થતાં મશિન બંધ કરાયું હતું પણ હવે આ મશિન શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.

Advertisement

શા માટે મુકાયું હતું ટોકન મશિન
મોડાસા મામલતદાર કચેરીના જનસેના કેન્દ્રમાં અરજદારોની ભારે ભીડ રહેતી હોય છે, જેમાં આવકના દાખલા કઢાવવા, જાતિના દાખલા, નોન-ક્રિમેલિયર સહિત રેશન કાર્ડની કામગીરી માટે આવતા હોય છે, જેથી જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોએ પહેલા ટોકન લેવું પડે, જેથી લાઈનમાં ન ઉભુ રહેવ પડે, નંબર આવતાની સાથે જે-તે અરજદારનો ટોકન ફ્લેશ થાય. પણ છેલ્લા બે વર્ષથી હજુ કોઇ અરજદારે આ મશિનનો ઉપયોગ કર્યો જ નથી અને માત્ર શોભાના ગાંઠિયાની જેમ મશિન ભંગાર બની જશે અને પ્રજાના પૈસાનો વેડફાટ થાય તો નવાઈ નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!