27 C
Ahmedabad
Saturday, December 3, 2022
spot_img

ગુજરાતને સ્માર્ટ રાજય બનાવવાની દિશામાં મનોમંથન અને ગતિવિધિ શરૂ કરવામાં આવી છે : મંત્રી મનિષાબેન વકીલ


અલ્કેશ તડવી, મેરા ગુજરાત,નસવાડી, છોટાઉદેપુર

Advertisement

દેશમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાત રાજય હવે સ્માર્ટ રાજય બને એવું મનોમંથન અને ગતિવિધિ શરૂ કરવામાં આવી છે એમ રાજયના મહિલા અને બાળ વિકાસ(સ્વતંત્ર હવાલો)અને સામાજીક ન્યાય અને અધિકારિતા(અનુસૂચિત જાતિ) રાજયમંત્રી મનિષાબેન વકીલે જણાવ્યું હતું. બોડેલી ખાતે આવેલી શેઠ ટી.સી.કાપડિયા કોલેજની બાજુમાં આવેલા મેદાનમાં યોજાયેલી બોડેલી પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મનિષાબેને જણાવ્યું હતું કે, મજબુત મનોબળ ધરાવતા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્રઢતાથી કામ કરે છે એમ કહી તેમણે સરકાર દરેક ક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાંસલ કરતું જ રહ્યું છે એમ જણાવી તેમણે શિક્ષણના આધુનિકકરણ તરફ ડગ માંડતા સરકાર હવે સ્માર્ટ કલાસ બનાવવા જઇ રહી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સરકાર દ્વારા સર્વ સમાજના સમતોલ વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનો પણ વિગતે ચિતાર રજૂ કર્યો હતો.

Advertisement

વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સગર્ભા બહેનોને પુરતું પોષણ મળી રહે એ માટે રૂપિયા 811 કરોડની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકવામાં આવી છે એમ કહી તેમણે છેવાડાના માનવીને પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એની ચિંતા સરકાર દ્વારા કરવામાં આવે છે એમ જણાવ્યું હતું.

Advertisement

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે છેવાડાના માનવીની ચિંતા કરી છે એમ કહી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, નલ સે જલ યોજના સહિતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકી એમ કહી એમણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડથી અનેક લોકોની જિંદગી બચી ગઇ હોવાનું કહી તેમણે છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામનો યુવાન આજે કેનેડામાં પાયલોટની તાલીમ મેળવી પાયલોટ બન્યો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ તેમના મતવિસ્તારમાં 400 કરોડ રૂપિયાના વિકાસ કામોની સરકારે મંજૂરી આપી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં પણ રોડ અને કોઝ-વે સહિતના મંજૂર થયેલા કામો તથા શાળાએ જતા બાળકો માટે શાળા સુધીના રસ્તાઓ બનાવવામાં મળેલી મંજુરી અંગે પણ વિગતે વાત કરી હતી.

Advertisement

કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ઓ.એન.જી.સીના સહયોગથી મન:સૃષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી.બી.ના દર્દીઓ માટે તૈયાર કરવામાં પોષણ કીટનું 700 દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવો દ્વારા બોડેલી પ્રાંત વિસ્તારમાં આગામી સમય દરમિયાન કરવામાં આવનાર વિવિધ વિભાગના 10.52 કરોડના કામોનું ખાતમુહૂર્ત તેમજ વિવિધ વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલા 4.83 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલીના પ્રાંત અધિકારી મૈત્રીદેવી સિસોદીયાએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, અધિક નિવાસી કલેકટર આર.કે.ભગોરા, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
625SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!