33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : ભિલોડાના ભુતાવડ પાટીયા નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, 1 ઈજાગ્રસ્ત


ભિલોડાના ભુતાવડ પાટીયા પાસે કાર અને રિક્ષા સામે ધડાકભેર ટકરાતા એક યુવાન ગંભીર રીતે ઘવાયો

Advertisement

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ખાનગી વાહન ચાલકો માંતેલા સાંઢની માફક બેફામ રીતે વાહનો હંકારતા વારંવાર ધોરીમાર્ગ પર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે.પોલીસ તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

ભિલોડાના ભુતાવડ પાટીયા પાસે ધોરીમાર્ગ પર અજાણ્યા ચાલકે તેના કબજાની મારૂતી અર્ટીકા કાર નંબર. GJ.18.BP.5964 ના ચાલકે ગફલતભરી રીતે પુરપાટ ઝડપે કાર હંકારતા બજાજની C.N.G રિક્ષા નંબર. G.J.09.AX.2076 ને ધડાકભેર ટક્કર મારતા હાથીયા ગામના રોહિત અરવિંદભાઈ બોડાતના હોઠ ફાટી ગયેલ અને જીભ ફાટી ગયેલ છે.માથાના ભાગે,શરીર પર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક ધોરણે કોટેજ હોસ્પિટલમાં ખસેડાયા હતા.કાર ચાલક અકસ્માત બાદ કાર મુકીને પલાયન થઈ ગયેલ છે.હાથીયા ગામના ખેડૂત અરવિંદભાઈ થાવરાજી બોડાતે અકસ્માતના બનાવ સંદર્ભે અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!