21 C
Ahmedabad
Tuesday, November 28, 2023

બ્લાઈન્ડ વિશ્વ કપ ક્રિકેટના યોદ્ધા ‘ભલાજી ડામોર’ અરવલ્લી રમત-ગમત વિકાસ વિભાગની મહેરબાનીથી દયનિય સ્થિતિ બની, તંત્રને ખ્યાલ જ નથી કે આવું કોઇ છે


બ્લાઈન્ડ વિશ્વ કપ ક્રિકેટના યોદ્ધા ‘ભલાજી ડામોર’ અરવલ્લી રમત-ગમત વિકાસ વિભાગની મહેરબાનીથી દયનિય સ્થિતિ બની, તંત્રને ખ્યાલ જ નથી કે આવું કોઇ છે

Advertisement

જ્યારે ક્રિકેટની વાત આવે છે, ત્યારે આપણે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા ધુઆધાર બેટ્સમેનોને યાદ કરીએ છીએ. કદાચ તમને 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ યાદ હશે, જેમાં ભારતે 28 વર્ષ પછી વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપ જીત્યા બાદ તમામ ક્રિકેટર્સને નામની સાથે ખ્યાતિ પણ મળી. અમે વિશ્વ કપના આવા જ કેટલાક અંધ ક્રિકેટરોની દયનિય સ્થિતિને તમારી સામે ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતના અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાના પીપરાણા જેવા નાનકડા ગામના વતની ભલાજી ડામોરે બ્લાઈન્ડ ક્રિકેટના પ્રથમ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો, પરંતુ આજે તેની ઈનિંગ કદાચ ક્લીન બોલ્ડ થઈ ગઈ છે.

Advertisement

જિલ્લા રમત-ગમત વિભાગ અને રમત વિકાસ અધિકારી કચેરી આ બાબતે કેમ અજાણ રહી?

Advertisement

બંન્ને કચેરીઓને રમતો યોજાવાની ખબર પડે છે તો આવા ખેલાડીઓને કેમ યાદ નથી કરતી

Advertisement

બન્ને કચેરીઓને યાદશક્તિ માટે દવાની દવાની જરૂર..!!

Advertisement

પગાર ન થાય તો શું કરવું તે ખબર પડે, તો આ ખેલાડી તાપમાં મજૂરી કરે છે, એની સંભાળ કોણ કરશે?

Advertisement

જે-તે સમયે ભલાજી ડામોર ખૂબ જ સારા ઓલરાઉન્ડર તરીકે ગણવામાં આવતા, ભાલાજીને 1998માં યોજાયેલા પ્રથમ અંધ વિશ્વ કપમાં ભારતીય ટીમને સેમિફાઇનલ સુધી પહોંચાડી હતી. હવે એ જ ખેલાડી આજે બકરીઓ અને ભેંસ ચરાવવાનું કામ કરે છે. ભાલાજીનો કરિયર રેકોર્ડ ઘણો સારો રહ્યો હતો, તેમણે કુલ 125 મેચમાં 3,125 રન બનાવ્યા અને 150 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપની શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. પ્રજ્ઞાચક્ષુ ભલાજીએ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વર્લ્ડ કપ મેચની સેમીફાઈનલમાં જ્યારે ભારત દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હારી ગયું હતું ત્યારે પણ સારા પ્રદર્શન માટે તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણે ભલાજી ડામોરને પ્રસંશા કરી હતી.

Advertisement

ક્રિકેટની રમતે ભલે આખી દુનિયામાં ભાલાજીની ઓળખ અપાવી હોય, પરંતુ એકવાર તેઓ ક્રિકેટના મેદાનમાંથી બહાર નીકળ્યા પછી તેમનું જીવન મુશ્કેલીઓના કાંટાઓથી લપેટાઈ ગઇ છે. તેએ કહે છે કે, વર્લ્ડ કપ પછી તેમણે નોકરી માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તે સ્પોર્ટ્સ ક્વોટામાં અંધ લોકો માટે આરક્ષિત નોકરી પણ મેળવી શક્યા નથી. એકંદરે, તેમને ઘણા વર્ષો પહેલા ગુજરાત સરકાર તરફથી માત્ર પ્રશંસા સિવાય કાંઈ જ મળ્યું નથી.

Advertisement

જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત-ગમત વિભાગના ગાલે તમાચો…!!

Advertisement

આવા રમતવીરો જિલ્લામાં હોય તો ગર્વ લેવો જોઇએ, પણ અધિકારીઓને આવા ખેલાડીઓ વિષે ખ્યાલ જ નથી..!!

Advertisement

ભલાજી ડામોર હાલ પોતાના ત્રણ વીઘા ખેતરમાં કામ કરે છે, જેમાં તેમના ભાઈનો પણ આ જમીનમાં સમાન હિસ્સો છે. અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામમાં તેમની જમીન તેમના પરિવારની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી કમાણી કરી આપતી નથી. ભલાજી ડામોરના પરિવારમાં તેમના પત્નિ અનુ અને બે બાળકો સતિષ અને આકાશ છે. તેમની પત્ની અનુ ગામના અન્ય લોકોના ખેતરમાં કામ કરે છે.

Advertisement

ભલાજીના પરિવાર પાસે રહેવા માટે એક જર્જરિત મકાન છે. આ ઘરમાં ભલાજીને ક્રિકેટર તરીકે મળેલા પ્રમાણપત્રો અને અન્ય પુરસ્કારો ખૂબ કાળજી સાથે રાખવામાં આવ્યા છે. સામાન્ય ક્રિકેટર્સ ક્રિકેટના મેદાનમાં રમતમાં સારૂ કે ખરાબ પ્રદર્શન કરી ઘણી પ્રશંસા મેળવે છે, ત્યારે ભલાજી અંધ હોવા છતાં સારી ક્રિકેટ રમ્યા હતા,પણ ચાહકો, વહીવટી તંત્ર કે સરકારને તેમની તરફ ખેંચી શક્યા નથી.. તેની સાંભળવાની અને અનુભવવાની ક્ષમતા એટલી મહાન હતી કે જોયા વગર પણ તે સ્ટમ્પને સાફ કરી નાખતા હતા અને વિરોધી ખેલાડીને આઉટ કરતા.

Advertisement

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને પણ ભલાજી નામના કોઇ ક્રિકેટર છે કે નહીં તે યાદ મીડિયાએ અપાવ્યું
અરવલ્લી જિલ્લો એ રમતવીરોનું હબ છે અહીં કેટલાય રમતવીરો છે પણ રમત-ગમત વિભાગને આ બાબતે કોઇ જ ખ્યાલ નથી, આ પહેલા માલપુરના બાબુભાઈ પણુચાને પણ મીડિયાએ તંત્રને યાદ કરાવ્યા હતા, જેથી તંત્રને ખ્યાલ આવ્યો કે, આવા રમતવીર છે, તો બ્લાઈન્ડ વર્લ્ડ કપના વિજેતા અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત એવા ભલાજી ડામોર વિષે પણ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ બાબતેથી અજાણ હતા. ત્યારે સવાલ એ થાય છે કે, રમત-ગમત વિભાગ કરે છે શું? જિલ્લા રમત-ગમત વિભાગને માત્ર ઉત્સવોના કાર્યક્રમો કરવામાં જ રસ છે કે શું? આવા ખેલાડીઓ જિલ્લામાં છે કે, નહીં તે અંગે કેમ કોઇ તપાસ નથી કરાતી?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!