26 C
Ahmedabad
Saturday, April 20, 2024

36મી નેશનલ ગેમ્સને લઇને અરવલ્લી જિલ્લામાં “Celebrating Unity through Sports” થીમ હેઠળ વિવિધ કાર્યક્રમો


ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં ખેલ માટે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તા. 15 મી સપ્ટેમ્બરથી શાળા-કોલેજોમાં વિવિધ રમત-ગમત કાર્યક્રમોનું આયોજન
તા.29 સપ્ટેમ્બર થી તા.12 ઓક્ટોબર-2022 દરમિયાન 36 મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ વધારવા આ કાર્યક્રમ યોજાશે
“Celebrating Unity through Sports” થીમ હેઠળ કાર્યક્રમ યોજાશે
અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમો તા.15 મી સપ્ટેમ્બરથી શરૂ થશે- કલેકટર ડો. નરેન્દ્રકુમાર મિના 36 મી નેશનલ ગેમ્સ અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત ‘celebrating unity through sports’ થીમ હેઠળ તા. તા.15 સપ્ટેમ્બર, 2022 થી વિવિધ કાર્યક્રમો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવશે.

Advertisement

નેશનલ ગેમ્સ સંદર્ભે શાળા/ કોલેજ કક્ષાએ થનાર કાર્યક્રમો અને 36 મી નેશનલ ગેમ્સના આયોજન બાબતે અરવલ્લી કલેક્ટર ડૉ. નરેન્દ્રકુમાર મીના દ્વારા આજરોજ સભાખંડ, કલેકટર કચેરી, મોડાસા ખાતે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement

આ અંગે માહિતી આપતાં જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતો માટે જાગૃત્તિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તા.12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ખેલ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ‘celebrating unity through sports’ ની થીમ હેઠળ વિવિધ રમત-ગમત કાર્યક્રમોનું આયોજન જિલ્લાની શાળા/ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યમાં વરસાદના પગલે અરવલ્લી જિલ્લામાં આ કાર્યક્રમમો હવેથી તા.15 મી સપ્ટેમ્બરથી યોજાશે. વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પછી નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતે માત્ર ત્રણ મહિના જેટલાં ટૂંકા ગાળામાં આ નેશનલ ગેમ્સનું આયોજન કરવાનું પડકાર ઉપાડ્યો છે. જે ગુજરાત સ્પોર્ટ્સની રમતો પ્રત્યેની સજ્જતા દર્શાવે છે. જિલ્લા કક્ષાનો એક કાર્યક્રમ તેમજ પ્રાંત અને તાલુકા કક્ષાએ અન્ય કાર્યક્રમો પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરો સહિતના લોકોની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં પૂર્વ સરપંચોના સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવશે.

Advertisement

આ કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમતની પ્રવૃત્તિઓ તેમજ નેશનલ ગેમ્સ એન્થમ,મેસ્કોટ/લોગોનું નિદર્શન કરવામાં આવશે. ‘ફીટ ઇન્ડિયા’ના શપથ પણ આ પ્રસંગે લેવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લાના ખેલ મહાકુંભમાં વિજેતા થયેલ શ્રેષ્ઠ શાળાઓ તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, 36 મો ખેલ મહોત્સવ ગુજરાત રાજ્યના જુદાં-જુદાં 6 જિલ્લાઓ (અમદાવાદ , સુરત , રાજકોટ, વડોદરા, ગાંધીનગર ભાવનગર)માં આગામી તા.29 મી સપ્ટેમ્બરથી તા.12 ઓક્ટોબર, 2022 સુધી યોજાનાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!