29 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી : કચ્છી પટેલ યુવકનો શંકાસ્પદ હાલતમાં બુટાલ નજીકથી મૃતદેહ મળ્યો, દોલપુરનો યુવક એક દિવસ થી ગુમ થયો હતો


અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના દોલપુરનો 42 વર્ષીય યુવક ઘરે થી ધનસુરા બજારમાં બાઈક લઈ જવા નીકળેલ યુવક ગુમ થઇ જતા પરિવારજનોએ ભારે શોધખોળ હાથધરી હતી ગુમ થયેલ યુવકની લાશ બુટાલ ગામ નજીક વીજતંત્ર કચેરી સામેથી યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ધનસુરા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી કચ્છી પટેલ સમાજના 42 વર્ષીય યુવકની લાશ મળી આવતા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

Advertisement

ધનસુરા તાલુકાના દોલપુર ગામે રહેતો વસંત કુમાર જેઠાભાઇ વેલાણી ફોટો સ્ટુડિયોના ધંધા સાથે સંકળાયેલ છે સોમવારે બપોરે યુવક ઘરેથી બાઈક લઇ બજારમાં કામકાજ હોવાનું કહી નીકળ્યા પછી મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા અને સંપર્ક વિહોણો થતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી મંગળવારે રાત્રે ગુમ યુવકની લાશ બુટાલ નજીક વીજ કચેરી સામે થી મળી આવતા પરિવારજનો દોડી આવ્યા હતા અને રોક્કોકળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી

Advertisement

દોલપુર ગામના વસંત કુમાર વેલાણી નામના યુવકનો મૃતદેહ મળી આવતા સમાજના અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને મૃતકના મોત અંગે શંકાઓ વ્યક્ત કરી હતી ધનસુરા પોલીસ સહીત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!