35 C
Ahmedabad
Saturday, April 20, 2024

હીટ એન્ડ રનની ઘટના : શામળાજી નજીક અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત


અરવલ્લી જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે વાહનચાલકો બેફામ વાહન હંકારી નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યા છે શામળાજી આરટીઓ નજીક એક યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું શામળાજી પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક યુવકના પરિવારજનોની શોધખોળ હાથધરી હતી

Advertisement

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર નવા વેણપુર ગામની સીમમાં આરટીઓ નજીક પસાર થતા રાહદારીને અજાણ્યા વાહને ધડાકાભેર ટક્કર મારતા રાહદારી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુથી લોકો દોડી આવી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડતા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે મૃતક અજાણ્યા યુવકની લાશને પીએમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુન્હો નોંધી મૃતક યુવકના વાલી-વારસાની શોધખોળ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!