27 વર્ષ બાદ ભાજપ સરકારને ટક્કર આપતી આમ આદમી પાર્ટીનો વોર્ડ નંબર 5 નો ગેરંટી કાર્ડ કેમ્પ બંધ કરાવ્યો
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ સરકારને ટક્કર આપતી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં દિવસે દિવસે વધારો થતો જાય છે જેને ભાજપ સરકારમાં ફફડાટ ઉભો થયો હોય એમ લાગી રહ્યું છે.
અવારનવાર ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલા કરવા તેમજ દાદાગીરી કરી ધમકી આપવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે ત્યારે આજરોજ હિંમતનગર ખાતેના વોર્ડ નંબર પાંચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગેરંટી કાર્ડનો કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો ત્યાં ભાજપના કોર્પોરેટર શશીકાંત સોલંકી પહોંચીને કેમ્પ હટાવી લેવાનુ કહી દાદાગીરી કરી હતી અને બાદમાં ધમકી આપી ગેરંટી કાર્ડનો કેમ્પ બંધ કરાવ્યો હતો. જો કે સમગ્ર મામલેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે ભાજપની વધતી જતી દાદાગીરી ને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.