ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુકત મેગા ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકીસ્તાની બોટ સાથે 40 કિલો હેરોઈન ઝડપી પાડયું છે. પાકિસ્તાની બોટ અલ તૈયસાને બોટમાં સવાર 6 પાકીસ્તાની ક્રુની પણ કરી અટકાયત. પાકિસ્તાની અલ તૈયસાને બોટમાં 200 કરોડની કિંમતનું આશરે 40 કિલો હેરોઇન વહન કરતી પકડાઇ. તપાસ માટે બોટને જખૌ લાવવામાં આવી રહી છે.
ડ્રગ્સ મુદ્દે ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આઇએમબીએલથી 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. મધદરિયેથી ડ્રગ્સ સાથે બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવ્યું છે. પંજાબના કપુરથલા જેલમાં બંધ એક નાઇઝીરીયન રેકેટ ચલાવતો હતો. પંજાબની જેલમાંથી ચલાવાતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.