અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
નસવાડી તાલુકા ના આદિવાસી સમાજ ના આગેવાનો દવારા આદિવાસી અધિકાર દિવસ ને લઈ મામલતદાર ને આવેદનપત્ર આપી તેમના હક્ક ને લગતી રજુઆત કરી
નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકા ના 212 ગામ છે. આજેપણ આદિવાસી વિસ્તાર મા પૂરતી સુવિધા ઓ મળતી નથી જગલ જમીન તૅમજ રસ્તા આરોગ્ય લક્ષિ સુવિધાઓ હજુ પૂરતી મળતી નથી. પેસા એક્ટ નો અમલ તૅમજ મનરેગા યોજના અંતર્ગત રોજગારી પૂરતી મળતી નથી જેવા અનેક પ્રશ્નો સાથે લેખીત મા આદિવાસી ઓને તેમના હક્ક મળે તેવી રજુઆત સાથે નસવાડી મામલતદાર ને આદિવાસી આગેવાનો સાથે મહિલા ઓ હાજર રહી આવેદનપત્ર આપી સરકાર સુધી તેમની વાત પોહચે તેવી માંગ કરાઈ છે.