23 C
Ahmedabad
Tuesday, February 7, 2023
spot_img

પંચમહાલ: કોંગ્રેસના અગ્રણી નેતા તખતસિંહ સોલંકીએ આપનો હાથ પકડ્યો, કેજરીવાલ સાથે મુલાકાત કરી


દિલ્લી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી લડવા માટે તડામાર તૈયારી કરી રહ્યુ છે. પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની વિચારધારાથી પ્રભાવિત થઈને અન્ય પક્ષના લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

Advertisement

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તખતસિંહ સોલંકીએ કોગ્રેસનો હાથ છોડીને આમ આદમીનો ખેંસ ધારણ કરતા શહેરા તાલુકા અને પંચમહાલ જીલ્લાના રાજકારણમાં પણ ભારે ગરમાવો આવ્યો છે. બે વખત શહેરા વિધાનસભા સીટ પરથી ધારાસભ્યની ચુંટણી લડી ચુકેલા એવા તખતસિંહ સોલંકીએ અરવિંદ કેજરીવાલની શિક્ષણ,આરોગ્ય,સહિતની સુવિધા સહીતની વિચારધારાથી પ્રભાવિત થઈ પાર્ટીમા જોડાવાનો નિર્ણય કર્યો છે.આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવીએ અમદાવાદ ખાતેના તખતસિંહ સોલંકીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. પંચમહાલ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી તખતસિંહ સોલંકીએ આજે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીનો આપ તેના ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે ખેસ ધારણ કરી લેતા કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.ગુજરાત વિધાનસભાની ચુટણી આ વખતની ચુંટણી ભાજપ,કોંગ્રેસ,અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. પહેલી વખત વિધાનસભાની ચુટણીમા આમ આદમી પાર્ટી પુરા જોશથી ઝંપલાવાની તૈયારી કરતુ હોય તેમ લાગી રહ્યુ છે.પંચમહાલ જીલ્લાના કોંગ્રેસના ઉપપ્રમુખ તખતસિંહ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે,તેઓ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે દિલ્લી પંજાબમા નેતૃત્વમાં શિક્ષા,વીજળી,આરોગ્ય જેવી સુવિધા આપી છે,તેવી રીતે ગુજરાતમાં પણ પ્રગતિ કરે એમના હાથ નીચે સૈનિક બનીને કામ કરીશુ.પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટીના દિનેશભાઈ બારિયાએ જણાવ્યુ હતુ કે પંચમહાલ કોંગ્રેસના નેતા તખતસિંહ સોલંકી સાહેબનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છે. તેમના જોડાવાથી શહેરા તાલુકામાં મજબુત રાજકીય વાતાવરણ ઉભુ થયુ છે.સાથે શહેરા તાલુકાનુ રાજકીય સંગઠન પણ મજબુત બનશે.વધુમા તખતસિંહ સોલંકીએ પણ પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટમાં આમ આદમીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથેની તસવીર શેર કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
703SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!