31 C
Ahmedabad
Thursday, April 25, 2024

છોટાઉદેપુર: નસવાડી તાલુકામાં 2 જુદા-જુદા અકસ્માતમાં 27 લોકો ઈજાગ્રસ્ત


અલ્કેશ તડવી, મેરા ગુજરાત, નસવાડી
નસવાડી તાલુકાના આમતા સાંકળ (પી)ના કાચા રસ્તા ઉપર મજુર ભરી જતી જીપ પલ્ટી મારતા 11 મજૂરો ઈજાગ્રસ્ત બન્યા જયારે બીજા બનાવમાં પોંચબા ગામ પાસે ટેમ્પો અને પીક વચ્ચે અકસ્માત થતા 16 લોકોને ઇજા આમ બે અકસ્માતમાં 27 લોકોને ઇજા

Advertisement

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટથી મજૂરી કામ કરવા મજૂરો સૌરાષ્ટ ખાતે જવાના માટે નર્મદા નદી માંથી બોટ મારફતે નસવાડી તાલુકાના કુપ્પા ગામે આવ્યા હતા ત્યાંથી ખાનગી જીપમાં બેસીને સૌરાષ્ટ જવા માટે નીકળીયા હતા તે વખતે નસવાડી તાલુકાના આમતા સાંકળ (પી)ના કાચા રસ્તા ઉપર જીપ પલ્ટી મારતા 11 મજૂરોઓને ઇજા થઇ હતી તમામને 108 મારફતે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જયારે બીજા બનાવમાં સાગબારા તાલુકાના ભવરીસવાર ગામના 16 જેટલા લોકો છકતર ઉમરવા ગામે શમસાન વિધિમાં સામાજિક પ્રસંગે આવ્યા હતા તેઓ પરત જઈ રહ્યા હતા તે વખતે તેઓની પીકઅપ જીપને પેવરબ્લોક ભરેલા ટેમ્પોએ ટકકર મારતા પીકઅપ જીભ પલ્ટી મારી હતી જેમાં 16 લોકોને ઇજા પહોંચી હતી ઘટના સ્થળે ઇજાગ્રસ્તોએ ભારે રોકકળ મચાવી હતી આસપાસ ગામના લોકો દોડી આવીને ઇજાગ્રસ્તોઓને સારવાર માટે મોક્લવવામાં મદદ કરી હતી તેઓને નસવાડી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ ઇજાગ્રસ્તોમાં 6 થી વધુ લોકોની હાલત ગંભીર હોવાથી તમામને રીફર કરવામાં આવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!