ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઈ છે ઉત્તર ગુજરાતમાં પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ સમાજ સંગઠીત બને તેમજ છેવાડા વિસ્તારમાં રહેતા સમાજના લોકોના વિકાસ માટે અર્બુદા સેનાનું નિર્માણ કરતા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ દ્વારા અર્બુદા સેનાને ભારે આવકાર મળતા ભાજપનું મોવડી મંડળ પર ચોંકી ઉઠ્યું છે અને ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં અર્બુદા સેના નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ રહી હોવાનું રાજકીય વિશ્લેષકો અનેક વાર કહી ચુક્યા છે વિપુલ ચૌધરીની અટકાયત વિધાનસભાની ચૂંટણીમાં બૂમરેંગ સાબિત થઇ શકે છે.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 320 કરોડની ઉચાપતના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. તેમની ધરપકડ બાદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે ઉત્તર ગુજરાતમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા પછી ચૌધરી સમાજના ગ્રામ્ય વિસ્તારોમાં વિપુલ ચૌધરીના સમર્થનમાં તેમની ખોટી ધરપકડ થઇ હોવાથી મુક્ત કરવામાં આવેની માંગ સાથે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સોશ્યલ મીડિયામાં વિરોધ કરતી પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં જ્યાં સુધી મુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રાજકીય પક્ષે આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે ગામમાં પ્રવેશ કરવો નહીં અને આગામી સમયમાં ગામમાં પણ બેનર લગાવવામાં આવનાર હોવાનું અર્બુદા સેનાના સૈનિકોએ જણાવ્યું હતું