36 C
Ahmedabad
Friday, March 29, 2024

છોટાઉદેપુર: 36મા નેશનલ્સ ગેમ્પ પહેલા રમતવીરોને પ્રોત્સાહન આપવા બોડેલી ખાતે રમતોત્સવનો પ્રારંભ કરાવતા મનિષા વકીલ


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
બોડેલી ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજયના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રી મનીષાબેન વકીલે કાર્યક્રમના પ્રારંભે યોજાયેલ આર્ચરી, કબ્બડી તેમજ ખોખો સ્પર્ધા ને ફ્લેગ ઓફ કરી સ્પર્ધા નો પ્રારંભ કરાવી હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજયમાં શરૂ કરેલા ખેલ મહાકુંભની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાત આજે રમત ગમતના ક્ષેત્રમાં મહાસત્તા બની રહ્યું છે એમ જણાવ્યું હતું

Advertisement

બોડેલી ખાતે આવેલી શેઠ ટી.સી. કાપડિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં યોજાયેલા ૩૬મી નેશનલ ગેમ્સ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી મનીષાબેન વકીલે રાજ્ય સરકાર દ્વારા રમત ગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એ માટે સમગ્ર રાજયમાં રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે એ માટે 239 ઈન સ્કૂલ પ્રોગ્રામ, રાજ્યના 21 જિલ્લામાં જિલ્લા કક્ષાની રમત શાળાઓ શરૂ કરવામાં આવી છે અને બાકીના જિલ્લાઓમાં પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેમ જણાવી તેઓએ 120 નવી ઈન સ્કૂલ શરૂ કરવામાં આવશે એમ જણાવી રાજ્યમાં ચાલુ વર્ષે યોજાયેલા ખેલમહાકુંભ સ્પર્ધામાં ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લઇ વિક્રમ સર્જ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ હાંસલ કરેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાત રમત ગમતમાં મોખરે છે એમ કહી આગામી તા. 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર દરમિયાન યોજાનારી નેશનલ ગેમ્સમાં દેશભરમાંથી સાત હજાર ખેલાડીઓ ભાગ લેશે એમ કહી તેમણે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ સાથે રમત ગમતના ક્ષેત્રમાં પણ આગળ આવે તે માટે પ્રોત્સાહિત કરે એવી અપેક્ષા વ્યક્ત કરી નેશનલ ગેમ્સમાં પસંદગી પામેલા જિલ્લાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

સંખેડાના 108 કહેવાતા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ સરકારે રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેલી પ્રતિભાઓને ઊજાગર કરવાનું કામ ખેલ મહાકુંભન માધ્યમથી કર્યું હોવાનું કહી 36મી નેશનલ ગેમ્સમાં પસંદગી પામેલા જિલ્લાના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ખેલ મહાકુંભમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ શાળાઓને રોકડ પારિતોષિક એનાયત કરીને જ્યારે નેશનલ ગેમ્સ પસંદગી પામેલા ખેલાડીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા

Advertisement

બોડેલી પ્રાંત અધિકારી મૈત્રીદેવી સિસોદિયાએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કરી ઉપસ્થિત મહાનુભાવનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, અધિક નિવાસી કલેકટર આર. કે. ભગોરા, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન, પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલેષભાઈ ચૌધરી, અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!