આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પ્રચાર પ્રસાર તેજ કર્યો છે અને પાર્ટીને મજબૂત કરવા કમર કસી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી હવે કાર્યકરોને જોડવા માટેના પ્રયસો શરૂ કર્યા છે, જ્યારે મોડાસા અને મેઘરજ તાલુકાના સીમાડા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં ગાબડૂ પાડ્યું છે. મેઘરજના ગેડ છાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી પાર્ટીએ ડોર ડૂ ડોર બેઠક યોજી હતી, જેમાં 200 લોકોને આપમાં જોડ્યાનો આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ પરમારએ દાવો કર્યો હતો.
મેઘરજ તાલુકાના ગેડ છાપરા પંથકમાં સ્થાનિક આગેવાન જગતસિંહ બિહોલાની આગેવાનીમાં પ્રવીણસિંહ બિહોલા, મૂળસિંહ બિહોલા અને લાલસિંહ બિહોલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.
અરવલ્લી જિલ્લામાં આમ આદમી પાર્ટી જોર-શોરથી પ્રચાર પ્રસાર તેજ કર્યો છે અને આપને મજબૂત કરવા માટે સંગઠનના હોદ્દેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મેઘરજ તાલુકાના ગેડ છાપરા સહિતના વિસ્તારોમાં આપની બેઠક યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના કાર્યકરો સ્થાનિક લોકોએ કોંગ્રેસનો હાથ છોડી આપનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીની આ બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. ભિલોડા વિધાનસભા બેઠક એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, ત્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડૂ પાડવામાં આપને મોટી સફળતા મળી હોય તેવું હાલ લાગી રહ્યું છે.
મેઘરજ તાલુકાના ગેડ,રેલ્લાવાડા, ગેડ છાપરા સહિતના વિસ્તારમાં યોજાલી આપની બેઠકમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદભાઈ પરમાર, સંગઠન મંત્રી મહેશભાઈ ડોડિયા, રૂપસિંહભાઈ ભગોરા, મહેશભાઈ પરમાર તેમજ સહસંગઠન મંત્રી લક્ષ્મણભાઈ કટાર તથા રામજીભાઇ ડેડૂણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.