બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટાર બ્રહ્માસ્ત્રને ભલે બોયકોટ કરવાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. મેકર્સ બ્રહ્માસ્ત્રની સફળતાથી ઘણા ખુશ છે. રિલીઝના પહેલાના અઠવાડિયામાં બ્રહ્માસ્ત્રએ 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ વિશે રણબીર અને આલિયા સહિત ડાયરેક્ટર અયાન મુખર્જી પણ ખુશ છે. તેથી તેઓ ભગવાન મહાદેવના દર્શન કરવા માટે આલિયા, રણબીર, અને અયાન મુખર્જી મુંબઈના સોમનાથ મંદિર પહોંચ્યા.
ફિલ્મની સફળતા બાદ રણબીર કપૂર અને અયાન મુખર્જીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા
મંદિરના પૂજારીએ રણબીરને સોમનાથ ભગવાનનો ફોટો ગીફ્ટ આપ્યો હતો. અયાન મુખર્જી અને રણબીર કપૂરે શિવલિંગ પર જળ અભિષેક કર્યો હતો.