39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

સાબરકાંઠા: A ડિવિઝન પોલીસને ચોરોની ચેલેન્જ, દમ હે તો પકડ લો, જુઓ ચોરોનો CCTV વિડીયો


સહકારીજીન વિસ્તારમાંથી તસ્કરો ત્રણ દુકાનના શટલના તાળા તોડી, બહાર પડેલ મોટર સાયકલ ઉઠાવીને લઈ ગયા.

Advertisement

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોગ્ય પેટ્રોલિંગના અભાવના કારણે તસ્કરો હિંમતનગરમાં ઘર કરી ગયા હોય ને પોલીસનો કોઈ ડર જ ના હોય જાણે કોઈ ધાકજ ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહેલા તસ્કરો ગત રાત્રીએ હિંમતનગર શહેરના સહકારીજીન ચાર રસ્તા પાસે આવેલ મેડીસ્ટાર હોસ્પિટલ નીચેની એલ.આઇ.સી ઓફિસનુ તાળુ તોડ્યું હતું બાદમાં વેદ માર્કેટિંગ નામની દુકાનનું તાળું તોડ્યું બાદમા તસ્કરો જય ભારત ટ્રેડિંગ નામની દુકાને તોડી એકજ સાથે ત્રણ દુકાનોના તાળા તોડી ચોરોએ બાદમાં તે જ જગ્યાએથી આનંદભાઈ નરસિંહભાઈનું 20,000 ની કિંમત નું મોટરસાયકલ ચોરીને પલાયન થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ ભાવિકભાઈ પરમાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે દુકાનોના તાળા તોડતા તસ્કરો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે ચોરી કરતા દેખાઈ રહ્યા છે તો આ દ્રશ્ય જોઈને પોલીસને કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

સહકારી જીન વિસ્તારમાં વધતી જતી ચોરીની ઘટનાઓને લઈને વેપારી તેમજ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે સ્થાનિક લોકો અને વેપારીઓની માંગ છે કે ઊંગમાં સુતેલી એ ડિવિઝન પોલીસ જાગે અને તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી કરે. જોકે 36 દિવસમાં 18 ચોરીઓને અંજામ આપ્યા બાદ ફરી પણ 37મા દિવસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ચોપડે 19મી ચોરીની ફરિયાદ નોંધાય છે. ત્યારે આ વાતની ગંભીરતા સાબરકાંઠા જિલ્લા પોલીસવડા લે તે જરૂરી બની ગયું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!