32 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી : સરકારી કર્મચારીઓ પછી આઉટ સૉર્સિંગના કર્મચારીઓ ચઢાવી શકે છે બાંયો


અંકિત ચૌહાણ/જય અમીન
સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલમાં જોડાયા છે ત્યારે સરકારી કર્મચારીઓ પછી કરાર આધારિત એટલે કે, આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓએ પણ બાંયો ચઢાવી છે. રાજ્યની વિવિધ સરકારી કચેરીમાં કામ કરતા આઉટસોર્સિંગ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર, પટાવાળા તેમજ સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્નોની લઈને આવેદનપત્ર આપવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં આધારિત કામ કરતા કર્મચારીઓ જેવા કે, કોમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા, ડ્રાઇવર તેમજ સફાઈ કામદારોએ પગાર વધારે ની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને આવેદનપત્ર આપવા માટેની તજવીજ હાથ ધરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આઉટસોર્સિંગ પર કામ કરતાં સફાઈ કામદારો કોમ્પ્યુટર ઓપરેટર પટાવાળા ડ્રાઇવર તેમજ અન્ય કર્મચારીઓએ પગાર વધારાની માંગ ઘણા સમયથી કરી હતી, જો કે તેઓનો પગાર વધારો કરવાની કોઈ જ તજવીજ હાથ ધરવામાં આવી નથી, જેને લઈને જિલ્લા કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓ એકત્રિત થયા છે. એટલુ જ નહીં જો પગાર નહીં વધારાય તો આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ પણ ઉતારવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

આઉટ સૉર્સિંગના કર્મચારી હડતાળમાં જોડાય તો શું અસર થશે
જો આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓ હડતાળમાં જોડાય તો કેટલીય સેવાઓ પ્રભાવિત થઈ શકે છે જેમ કે રેવન્યુ વિભાગની સેવાઓ, જનસેવા ની સેવાઓ, દસ્તાવેજની કામગીરી તેમજ સરકારી અધિકારીઓના ગાડીઓના ટાયર પણ થંભી શકે છે. એટલુ જ નહીં અરજદારોના મોટા ભાગના કામ લાંબા સમય સુધી અટકી શકે છે કારણ કે, મોટા ભાગના કૉમ્પ્યુટર ઑપરેટર્સથી જ અરજદારોના કામ થતાં હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!