27 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓએ પગાર વધારાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું


અંકિત ચૌહાણ/જય અમીન
અરવલ્લી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પગાર વધારાની માંગ કરી છે. કરાર આધારિત કર્મચારી મહામંડળના સંયોજક તેમજ આઉટસોર્સિંગના કર્મચારીઓએ મોડાસા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

Advertisement

સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલમાં જોડાયા છે ત્યારે સરકારી કર્મચારીઓ પછી કરાર આધારિત એટલે કે, આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓએ પણ બાંયો ચઢાવી છે. રાજ્યની વિવિધ સરકારી કચેરીમાં કામ કરતા આઉટસોર્સિંગ આધારિત કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર, પટાવાળા તેમજ સફાઈ કામદારોએ પોતાના પડતર પ્રશ્નોની લઈને અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું…

આઉટ સૉર્સિંગના કર્મચારી હડતાળમાં જોડાય તો શું અસર થશે
જો આઉટસોર્સિંગ પર કામ કરતા કર્મચારીઓ હડતાળમાં જોડાય તો કેટલીય સેવાઓ પ્રભાવિત થઈ શકે છે જેમ કે રેવન્યુ વિભાગની સેવાઓ, જનસેવા ની સેવાઓ, દસ્તાવેજની કામગીરી તેમજ સરકારી અધિકારીઓના ગાડીઓના ટાયર પણ થંભી શકે છે. એટલુ જ નહીં અરજદારોના મોટા ભાગના કામ લાંબા સમય સુધી અટકી શકે છે કારણ કે, મોટા ભાગના કૉમ્પ્યુટર ઑપરેટર્સથી જ અરજદારોના કામ થતાં હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!