34 C
Ahmedabad
Thursday, March 28, 2024

પંચમહાલ: ગોધરાના કાંકણપુરમાં ધમધમતી હતી નકલી ચલણી નોટો છાપવાની મીની ફેક્ટરી, LCB પોલીસે રેડ કરી બે ઈસમને દબોચ્યા


પંચમહાલ પોલીસ વિભાગની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એક માલિકીના ફાર્મહાઉસમાંથી ભારતીય રિર્ઝવ બેંકની રુપિયા 500ના દરની નકલી નોટો છાપવાની મીની ફેક્ટરી પર દરોડો પાડ્યો છે.અને રેડમાં આ ગુનો આચરતા બે ઈસમોને દબોચી લઈ સાથે અન્ય ઇલેકટ્રોનીક સાધનો તથા સાહિત્ય મળી કુલ રૂ.60,457 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ દ્વારા જીલ્લામાં દેશદ્રોહી પ્રવૃતિઓ આચરતા ઈસમો ઉપર વોચ રાખવા માટે જરુરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.જેના આધારે પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસના જાંબાજ પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પરમારને ચોક્કસ આધારભુત બાતમી મળી હતી.ગોધરા તાલુકાના કાંકણપુર ગામે રહેતા હરીશભાઈ ગોવીંદભાઈ વણઝારા નાઓ પોતાના કાંકણપુર ગામની સીમમાં તળાવ બાજુના બનાવેલા પોતાના કબજાના ફાર્મના મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાનો આર્થીક લાભ મેળવવાના હેતુસર ભારતીય ચલણમાં ચાલતી ભારતીય રીર્ઝવ બેંકની ચલણની નોટોનું છાપકામ કરી રહ્યા છે અને તેઓના ઘરમાં ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાનુ સાહીત્ય હાલમાં રાખેલ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આઇ.એ.સીસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા તપાસ કરાવતા બે આરોપીઓ ઝડપાઈ ગયા છે. તેમની સામે કાંકણપુર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

Advertisement

પકડાયેલા આરોપીઓના નામ
(1) અશોકગીરી પરષોત્તમગીરી મેઘનાથી,હાલ રહે અમદાવાદ, મુળ વતની મોરુકાગીર તા-તલાલા,જી- ગીર સોમનાથ.
(2) દિવ્યેશભાઈ જંયતીભાઈ કુશકિયા હાલ રહે અમદાવાદ, વેરાવળ, મુળ રહે વેરાવળ

Advertisement

ભાગેડુ આરોપીઓના નામ
(1) હરીશાભાઇ ગોવીંદભાઇ વણઝારા રહે. કાંકણપુર તા.ગોધરા જી. પંચમહાલ
(2) મીનેન્દ્રકુમાર પગી રહે. લુણાવાડા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!