38 C
Ahmedabad
Friday, April 19, 2024

મોડાસા લીયો પોલિસ ચોકી નજીક ગોકુલેશ શોપિંગના ત્રીજા માળનું નિર્માણ કાયદેસર કે ગેરકાયદેસર ?


અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વર્ષો થી ટ્રાફીક ની સમસ્યા છે અને હવે દિનપ્રતિદિન વકરી રહી છે. પાલિકા નવા પ્રમુખ નિમાય, નવા કલેકટર આવે, ડી.એસ.પી કે પછી ગૃહ મંત્રી આવે ત્યારે ટ્રાફીક ની સમસ્યાનું નિરાકરણ કરી દઇશું તેવા આશ્વાશનો મળે ત્યારે લોકો ને થાય હાશ હવે કંઇક રાહત મળશે પરંતુ શું ખરેખર આ મહાનુભવો મોડાસાની ટ્રાફીક સમસ્યા નું નિવારણ થાય તેમાં રસ ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં માર્કેટ યાર્ડ થી લઇ ડીપ સુધી ના નગર ના હાર્દ સમા મુખ્ય માર્ગ પર થયેલ કોમર્શીયલ બાંધકામ પર થી તો ચોક્કસ નથી જ લાગતું. તમામ નિયમો હવા માં ઉડાવી પરવાનગી વિના તાંણી બંધાયેલ કોમર્શિયલ ઇમારતો સરકારના જી.ડી.સી.આર ની ધજ્જીયા ઉડાવી ને બનાવ્યા છે પરંતુ પાલિકા તંત્ર મગનું નામ મરી પાડતું નથી.

Advertisement

આ અંગે મોડાસા નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાએ જણાવ્યું કે, બે માળની મંજૂરી હતી તેમ છતાં પણ જો ગેરકાયદેસર બાંધકામ થતું હશે તો બાંધકામ સાઈટને બંધ કરી સીલ કરાશે.

Advertisement

હાલ મોડાસાની લીઓ પોલીસ ચોકી ની બાજુમાં પાલિકા જવાના માર્ગ પર પ્રાસ્તાવિત ગોકુલેશ કોમ્પલેક્ષ બની રહ્યું છે, જેમાં સરકારના જી.ડી.સી.આર પ્રમાણે જો હયાત બાંધકામ કરતા વધુ બાંધકામ કરવું હોય તો રોડ ના મધ્ય થી 24 મીટર + પાર્કીંગ ની જગ્યા છોડી બાંધકામ કરવાનું હોય છે. મળતી માહિતી અનુસાર વર્ષો પહેલા આ કોમ્પ્લેક્ષ માટે ગ્રાઉંડ ફ્લોર તેમજ એક માળ ની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ માળ ઉપર બીજો માળ બાંધવામાં આવ્યો જે કથીત રૂપે ગેરકાયદેસર હોઇ પાલિકાએ 2008 માં તોડી પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્રારા યેનકેન પ્રકારે આકરણી કરી દેવામાં આવી હતી. હવે આજ કોમ્પ્લેક્ષ ચાર માળનું બનવા જઇ રહ્યુ છે, ત્યારે આ કોમ્પ્લેક્ષની મુલાકાત લેવા આવતા લોકો વાહન ક્યાં પાર્ક કરશે તે કોઇ ઉખાંણો નથી. સ્વાભાવિક છે રોડ પર જ કરશે અને એ પણ ટ્રાફીક ને અડચણ રૂપ થાય તે રીતે પાર્ક કરશે અને કરી રહ્યા છે અને ટ્રાફીક ની સમસ્યાનો આખો દોષ લારીવાળા ઉપર ઢોળી દેવામાં આવે છે. આ શોંપીગ માં મળતી માહિતી અનુસાર મોટુ હોસ્પિટલ બનવાનું છે ત્યારે અંદાજ લગાવી શકાય છે કે આ વિસ્તારની શું હાલત થશે ?

Advertisement

જો ગેરકાયદેસર હોય તો પાલિકામાં રોજિંદી અવર-જવર કરતા અધિકારીઓને કેમ જોવાયું નહીં…?

Advertisement

ટ્રાફીક ની સમસ્યા પર થતી મીટીંગો શું એ મુદ્દો ચર્ચાય છે કે મોડાસાના મુખ્ય માર્ગો પર જે શોપીંગ સેંટર્સ બન્યા છે તેની પાર્કિંગ ની જગ્યા ક્યાં છે ?. એક જ્વેલેરી શો રૂમ હમાણાં ચાર પાંચ વર્ષ પહેલા જ બન્યો તેનું પાર્કિંગ ક્યાં છે? બસ સ્ટેશન ની બાજુમાં એક છાપરામાં થી આખી પાંચ માળ ની તોતીંગ ઇમારત બની તેનું પાર્કિંગ ક્યાં છે ? શાકભાજી ની લારીઓ ઉભી રહે છે તેની પાછળ જે દુકાનો છે ત્યાં પહેલા એક માળ હતો તેનો બીજો માળ બનાવાની પરવાનગી આપી કે પછી ન આપી પણ તેનું પાર્કિંગ ક્યાં છે? આ તો ફક્ત ઉદાહરણ છે આવી તો મોડાસામાં પાલિકાના પાપે કેટલીય ઇમારતો બની ગઇ અને તેથી મુખ્ય માર્ગ પર ટ્રાફીક ની સમસ્યા છે? પાલિકા જવાના માર્ગે ડોકટર હાઉસ માં નાની શાંકળી ગલી મોટી મોટી ઇમારતો ની મંજુરી કોણે આપી? એફ.એસ.આઇ ના બધા નિયમો નેવે મુકી ઇમારતો તાણી બાંધી છે. સરકાર ના એફ.એસ.આઇ.ના નિયમો તો ફકત જે નાણાં ના ઢગલા ન કરે તેના માટે છે તેવું ચર્ચાઇ રહ્યુ છે ત્યારે બસ પોર્ટ ની બાજુમાં પ્રસ્તાવિત ગોકુલેશ શોપિંગ સેંટર પર યોગ્ય કાર્યવાહી કરી થઇ રહેલ બાંધકામ ત્વરીત અટકાવામાં આવે તેવી જાગૃત નાગરીકો ની માંગ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!