30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : 5175 માંથી 1724 પ્રા.શિક્ષકો માસ CL પર ઉતર્યા, શિક્ષણ વિભાગે અંગત કારણોસર શિક્ષકો ગેરહાજર રહ્યાનું રટણ


અરવલ્લી જિલ્લામાં શિક્ષકો એક દિવસની માસ સી.એલ. પર ઉતરી જઇને વિરોધ દર્શાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓની 15 જેટલી માંગણીઓ સંતોષી હતી, જેમાં મુખ્ય માંગ જુની પેન્શન યોજના લાગુ કરવાની હતી, જોકે વર્ષ 2005 પહેલાના શિક્ષકોને પેન્શનનો લાભ આપવાની જાહેરાત કરતા શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી, જેને લઇને શુક્રવાર મોડી રાત્રે મોડાસા તાલુકા પંચાયત ખાતે વિરોધ કર્યો હતો, ત્યારે શનિવારે શિક્ષકો એક દિવસની માસ સી.એલ. પર ઉતર્યા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં 5,175 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે જે પૈકી 1724 જેટલા પ્રાથમિક શિક્ષકોએ માસ સી.એલ. પર ઉતર્યા હતા. આ બાબતે અરવલ્લી જિલ્લા ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રી પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો અંગત કારણોસર રજા પર ઉતર્યા છે.

Advertisement

Advertisement

છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી જૂની પેન્શન યોજનાની માંગ કરતા સરકારી કર્મચારીઓની માંગ મહદઅંશે સ્વીકારવામાં આવી હતી, જોકે પેન્શન યોજનાને લઇને નારાજગી સામે આવી હતી. શિક્ષકોની નારાજગી બીજા દિવસે ગાંધીનગર ખાતે પણ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં શિક્ષકોએ વિરોધ કર્યો હતો. સરકારે શુક્રવારે મોટાભાગની માંગણીઓ સંતોષી જેને લઇને શિક્ષકોમાં ક્યાં ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળતા શિક્ષકોમાં બે ફાંટા પડી ગયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!