32 C
Ahmedabad
Friday, April 19, 2024

બુટલેગરો પર શામળાજી પોલીસનો સકંજો : ટ્રક કન્ટેનરમાંથી 11.66 લાખ અને આઈ-10 માંથી 52 બોટલ દારૂ જપ્ત,બે બુટલેગરો જેલમાં


બુટલેગરો માટે સિલ્કરૂટ ગણાતા અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર શામળાજી નજીક આવેલ રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગરો જુદા-જુદા વાહનો મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે શામળાજી પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડવાના પેતરાને નિષ્ફ્ળ બનાવી રહી છે ટ્રક કંટેનર માંથી 11.66 લાખ અને આઈ-10 કારમાંથી 70 હજારથી વધુનો શરાબનો જથ્થો જપ્ત કરી કારમાં સવાર બે બુટલેગરોને દબોચી લીધા હતા ટ્રક કન્ટેનર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

શામળાજી પીએસઆઇ વી.વી.પટેલ અને તેમની ટીમે અમદાવાદ-ઉદેપુર હાઇવે પર સતત પેટ્રોલિંગ હાથ ધરી રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે રતનપુર ચેકપોસ્ટ પરથી આઈ-10 કારમાં ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલ 70 હજારથી વધુની વિદેશી દારૂ 52 બોટલ જપ્ત કરી રાજસ્થાની કાર ચાલક બંસીલાલ ભેમાજી ડેડોર અને અમદાવાદના મનોજ કાંતિલાલ સિંધીને દબોચી લઇ વિદેશી દારૂ, કાર સહીત 2.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર નરોડાના બુટલેગર ટિંકલ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

શામળાજી પોલીસે કારમાંથી દારૂ ઝડપી પાડી ગણતરી હાથધરી હતી ત્યાં વધુ એક ટ્રક કન્ટેનરમાં દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા દારૂ ભરેલ ટ્રક કંટેનર ચાલક રોડ પર ટ્રક મૂકી ફરાર થઇ જતા પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂની 243 પેટીમાંથી વિદેશી દારુની બોટલ નંગ-2916 કીં.રૂ.1166400/- ના જથ્થા સહીત 18.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર ટ્રક ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!