24 C
Ahmedabad
Thursday, March 23, 2023

મોડાસાના Iconic બસ પોર્ટમાં કામદારને કરંટ લાગ્યો, અમદાવાદ જેવી દુર્ઘટના સર્જાઈ હોત, તો જવાબદાર કોણ? નિદ્રાધિન શ્રમવિભાગ…!!


ગુજરાતમાં છાશવારે બાંધકામ સાઈટ પર અલગ-અલગ દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, તાજા દ્રષ્ટાંતની વાત કરીએ તો અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર – 02માં બાંધકામ સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 શ્રમિકોના મોત નિપજ્યા હતા. અમદાવાદની આ ઘટના તાજી જ છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં તૈયાર થઇ રહેલ નવીન આઈકોનિક બસ પોર્ટમાં કામદારને કરંટ લાગવાની ઘટના ઘટી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસામાં તૈયાર થઇ રહેલા આઈકોનિક બસ સ્ટેશનમાં કામ કરતા કામદાર અક્ષય સોમાભાઈ ખરાડી, ઉં.વ. 25, ગામ – ગલેરીયાવાડ, જિ.-દાહોદ, ને વીજ કરંટ લાગ્યો હતો. કામ કરતા સમયે અચાનક વીજ કરંટ લાગતા યુવક ઢળી પડ્યો હતો અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની કોલ કરતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

રાજ્યમાં છાશવારે બાંધકામ સાઈટ પર બનતી ઘટનાઓમાં કોન્ટ્રાક્ટર અથવા તો જે-તે એજન્સીઓની બેદરકારીઓ સામે આવતી હોય છે, જેને લઇને બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિક કેટલીકવાર મોતને ભેટતા હોય છે, ત્યારે મોડાસામાં પણ આવી મોટી દુર્ઘટના સર્જાતા રહી જતાં અન્ય શ્રમિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

આ બાબતે સાઈટ પર હાજર ડેવલપર અને એન્જિયનિરની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ તો સામાન્ય ઘટના છે, આવી ઘટનાઓ તો થતી રહે… ભાઈ આવી ઘટનાઓ ઘટે તો કોઇનો જીવ પણ જઇ શકે છે, આ સામાન્ય ન કહેવાય ભાઈ…!! અમદાવાદમાં તંત્ર અને પોલિસે કડક કાર્યવાહી કરી છે ખ્યાલ ન હોય તો પૂછી જોજો.. જરા…

Advertisement

છેલ્લા ઘણાં વર્ષોથી આઈકોનિક બસ પોર્ટનું કામકાજ ચાલી રહ્યું છે આ વચ્ચે અહીં નિયમોના ઉલાડિયા થતાં હોવાની રાવ છે. કેટલાક ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, જેમાં શ્રમિકો અને કામદારોને કોઇપણ પ્રકારની સેફ્ટી વિના અહીં કામ કરાવાય છે, જેથી કોઇપણ સમયે મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે. કેટલાક શ્રમિક પાલખ પર સેફ્ટી બેલ્ટ અથવા તો સેફ્ટી હેલ્મેટ પહેર્યા વિના જ કામ કરતા નજરે પડતાં હતા. અહીં કોઇ જ જવાબદારી જેવું લાગતું ન હોવાની પણ બૂમો ઉઠી રહી છે.

Advertisement

શ્રમ વિભાગ આ બાબતે શું કરશે તે પણ સવાલ
હાલ તો આ સમાન્ય ઘટના કહી શકાય પરંતુ જો કોઇ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે સવાલ અહીં ચોક્કસથી ઊભો થાય છે.નાની ઘટનાથી જિલ્લા વહીવટી તંત્ર શીખામણ નથી લેતું એટલુ જ નહીં મોટા ભાગના કિસ્સાઓમાં નાની ઘટનાઓને નજરઅંદાજ કરી દેવાતી હોય છે એટલે જ આવી મોટી ઘટનાઓ સર્જાય છે અને દોષનો ટોપલે બીજા પર ઠાલવી દેવાતો હોય છે. આ વચ્ચે મોડાસાના આઈકોનિક બસ પોર્ટમાં બનેલી ઘટનાથી જિલ્લા વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું..

Advertisement

Advertisement

લોખંડના સળિયા પર હાઈ વોલેટ્જ જોખમી બલ્બ સર્જી શકે છે મોટી દુર્ઘટના 
હાલ તો સામાન્ય વીજ કરંટની ઘટનાથી સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી છે પણ મોડાસાના આઈકોનિક બસ સ્ટેશનમાં ઠેર ઠેર લોખંડના સળિયા પર હાઈ વોલ્ટેજ કેબલ અને બલ્બ લગાવેલા છે જે કોઇપણ સમયે કોઇ શ્રમિક અથવા તો કામદાર માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે, અહીં કામ કરતા ડેવલોપર અને કોન્ટ્રાક્ટર્સ શું ધ્યાન રાખે છે?

Advertisement

બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદારો (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ, 1996.
નિયમ 34 અતિશય અવાજ સામે રક્ષણનો અધિકાર જણાવે છે, અવાજની મર્યાદા કામકાજના કલાકોમાં 90 ડેસિબલ સુધી મર્યાદિત હોવી જોઈએ નહીં.
નિયમ 35 અગ્નિશામક સાધનોની જોગવાઈઓ જણાવે છે જે બાંધકામ સ્થળ પર કોઈપણ આગને ઓલવવા માટે પૂરતા છે. નેશનલ બિલ્ડીંગ કોડ અથવા લાગુ આગ સલામતી ધોરણો અનુસાર પૂરતા દબાણ સાથે આગ ઓલવવા માટે ઉપયોગ કરી શકાય તેવા પૂરતા પાણીની ઉપલબ્ધતા હોવી જોઈએ. જો કોઈ કટોકટી ઊભી થાય તો બાંધકામ સ્થળ પર કોઈપણ પ્રશિક્ષિત વ્યક્તિ હોવી જોઈએ અને ઉપયોગમાં લેવાતા સાધનોનું વર્ષમાં એકવાર નિરીક્ષણ કરવું જોઈએ.
નિયમ 36 જણાવે છે કે જ્યારે કોન્ટ્રાક્ટર 500 થી વધુ મજૂરોને રોજગારી આપે છે, ત્યારે તેણે નીચેની કટોકટીની તપાસ કરવા માટે કટોકટી કાર્ય યોજના તૈયાર કરવી જોઈએ: વગેરે…
નિયમ 37 મોટર અને ફરતી મશીનરી વગેરેની યોગ્ય ફેન્સીંગ જણાવે છે.
નિયમ 38 વધારે વજન વહન કરવા પર પ્રતિબંધનો નિયમ જણાવે છે એટલે કે. પુરુષો માટે 55 કિગ્રાથી વધુ અને સ્ત્રીઓ માટે 35.
નિયમ 39 આરોગ્ય અને સલામતી નીતિ જણાવે છે.
નિયમ 45 આંખનું રક્ષણ જણાવે છે.
રક્ષણ અને અન્ય વસ્ત્રો માટેનો નિયમ 46 હેડગિયર.( હેલ્મેટ )
નિયમ 47 વિદ્યુત જોખમોની સ્થિતિ.
નિયમ 54 સેફ્ટી હેલ્મેટ અને શૂઝનો ઉપયોગ જણાવે છે.
નિયમ 56(1) લિફ્ટિંગ ઉપકરણોની કસોટી.
નિયમ 56(2) લિફ્ટિંગ ઉપકરણોની સામયિક પરીક્ષા.
નિયમ 61 રાજ્યો સલામત કાર્યકારી ભારની ઓળખ અને માર્કિંગ.
નિયમ 64 લિફ્ટિંગ ઉપકરણોની કામગીરી.
નિયમ 108-118: દિવાલો, પાર્ટીશન વગેરેને તોડી પાડવા દરમિયાન સલામતીની સાવચેતીઓ.
નિયમ 208 સુરક્ષા સમિતિ.
નિયમ 209 દરેક 500 કામદારો પર સુરક્ષા અધિકારી.
નિયમ 213 વિસ્ફોટકોના સંચાલન દરમિયાન સાવચેતીઓ.
નિયમ 223 મકાન કામદારોની તબીબી તપાસ.
નિયમ 225 જોખમી પ્રક્રિયાઓમાં સલામતીની સાવચેતીઓ.
નિયમ 230 મકાન કામદારોને સૂચિત વ્યવસાયિક રોગો.

Advertisement

શું બિલ્ડિંગ અને અન્ય બાંધકામ કામદારો (રોજગાર અને સેવાની શરતોનું નિયમન) અધિનિયમ, 1996 ના નિયમ 47 નું ઉલ્ઘન થયુ હતું ?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!