સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશ દુનિયામાં ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ પ્રકારે એમના દીર્ઘાયુ માટે અનેક કાર્યક્રમો વિવિધ સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યા છે અત્યારે સુધીના ઇતિહાસ મા સમગ્ર વિશ્વમાં ક્યારેય કોઈ દેશના વડાપ્રધાન ના જન્મ દિવસ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં સામાજિક સેવા સહિત રાજકીય કે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા નથી જે ગુજરાત સહિત સમગ્ર દેશની જનતા જનાર્દન માટે ગૌરવરૂપ કહી શકાય .કોઈ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જેમા નરેન્દ્રભાઇ મોદીનું વિશેષ અને વિશિષ્ઠ યોગદાન ના રહ્યું હોય સાચેજ આવા મહાન પુરુષ સદીમાં કોઈક જ જન્મ લેતા હોય છે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ દેશ માટે જ નહિ હવે તો દેશ દુનિયા માટે મહામૂલી સંપતિરૂપ છે એમના દીર્ઘાયુ માટે સૌ કોઈ પ્રાર્થના કરે તે સ્વાભાવિક છે ત્યારે શામળાજી વિષ્ણુ મંદિરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અરવલ્લી જિલ્લા આયોજન સુરેન્દ્રસિંહ ડાભીએ મહાપૂજા કરી હતી