33 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : વનકર્મીઓએ PM મોદીના જન્મદિવસે લીંભોઇ માણેકબા બગીચામાં 72 વૃક્ષો વાવીને વનકર્મીઓનો અનોખો વિરોધ


જય અમીન, મેરા ગુજરાત
વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં સરકારી કર્મચારીઓએ ગ્રેડ પે અને જૂની પેંશન યોજના સહીત પડતર માંગણીઓ લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે જેમાં વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરો ગ્રેડ-પેમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. વનકર્મીઓ દ્વારા 33 જીલ્લામાં 72 વૃક્ષ વાવી ગ્રીન બેલ્ટ પહેરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના લીંભોઇ ગામમાં આવેલા માણેકબા ગાર્ડનમાં હડતાલ ઉપર ઉતરેલા વન વિભાગના કર્મચારીઓએ 72 વૃક્ષો વાવીને તેને ગ્રીન પટ્ટી બાંધી હતી. આ સાથે હડતાલ પર ઉતરેલા વનપાલ સહિતના કર્મચારીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો વડાપ્રધાનના 72 મો જન્મદિન હોવાથી 72 વૃક્ષો વાવીને વિરોધ કરી અને ધરણા પ્રદર્શન પણ કર્યા હતા.

Advertisement

જો તેઓની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ 19મીના રોજ ગાંધીનગર વિધાનસભા ખાતે ધરણા યોજીને વિધાનસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, શનિવારે રાજ્યના 33 જિલ્લાઓમાં 72 વૃક્ષો આવીને તેઓની ગ્રેડ-પે સુધારા સહિતની માગણીઓ સ્વીકારવામાં આવે તે અંગે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!