28 C
Ahmedabad
Friday, April 19, 2024

ખેલૈયાઓનું મન મોર બની થનગનાટ કરવા તૈયાર, હું તો જાઉં છું નવરાત્રી ખરીદીમાં, મોડાસાના બજારો અનવની વેરાયટી


કોરોનાના કપરા કાળમાંથી બહાર આવ્યા બાદ હવે ધીરે ધીરે તમામ તહેવાર ઉજવાઈ રહ્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન લોકો જે તહેવારની રાહ જુએ છે તે નવરાત્રી છે. કોરોનાને કારણે બે વર્ષથી ખેલૈયાઓ નવરાત્રીને ખૂબ જ યાદ કરી, ગરબા રમવાની ઈચ્છા હોવા છતાં ઘરે બેસી રહેવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. પણ આ બધાની વચ્ચે ગરબે રમનારા ખેલૈયાઓમાં આ વર્ષે ઉત્સાહમાં ચાર ગણો વધારે જોવા મળી રહ્યો છે. તેઓએ નવરાત્રીની તૈયારી એક મહિના પહેલાથી શરૂ કરી દીધી છે. ખેલૈયાઓને આ વર્ષે નવરાત્રી ખરીદીમાં ક્યાંય મોંઘવારી નડતી હોય એવું જોવા મળ્યુ નથી.

નવરાત્રીમાં કપડાની સાથે સાથે ઓર્નામેન્ટ્સ ની પણ માંગ એટલી જ બજારમાં જોવા મળી રહી છે એ પછી કડલા હોય કે બિંદી, વીંટી હોય કે અવનવા પ્રકારના ફેશનેબલ ઘરેણાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ઓક્સોડાઇઝના ઓર્નામેન્ટ દુકાનોમાં વધારે જ વેચાઈ રહ્યા છે.
આ સાથે જ નવરાત્રીમાં કોટન ચણિયાચોળીની સાથે કચ્છી વર્કની માંગ વધી છે. આ વર્ષે લખનવી કાપડ, રીયોન કાપડ અને કંઈક નવા જે ડિઝાઇન વાળી ચણિયાચોળી તેમજ કેડિયાની માંગ કાંઇ ઓછી નથી. નવરાત્રીના આગમન પહેલા વરસાદની આગાહી પણ છે જોકે નવરાત્રીનો એવો ક્રેઝ છે કે, ખેલૈયાઓ આ વર્ષે વરસાદી માહોલમાં પણ ગરબા ઘૂમે તો નવાઈ નહીં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!