29 C
Ahmedabad
Thursday, April 25, 2024

રાજ્ય સરકારનો આરોગ્ય સેવાઓને લઇને મહત્વનો નિર્ણય, સરકારી દવાખાના હવે રાત્રે 8 વાગ્ય સુધી રહેશે ખુલ્લા


ગુજરાતના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે, જેના અંતર્ગત તમામ સરકારી સંસ્થાનોમાં રવિવાર સિવાય દરરોજ સાંજે 8 વાગ્યા સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પડાશે.

Advertisement

લોકોને સમયસર સારવાર મળી રહે અને અગવડતા ન ભોગવવી પડે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અગત્યનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી સાંજના 6 વાગ્યા સુધી ખૂલી રેહતી ઓ.પી.ડી. હવેથી 8 વાગ્યા સુધી ખૂલી રેહશે. સરકારી હોસ્પિટલો અને સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં સોમવારથી રવિવાર સવારે 9:00 થી 1:00 વાગ્યા સુધી અને સોમવારથી શનિવાર સાંજે 4:00 વાગ્યાથી લઈને 8:00 વાગ્યા સુધી સારવાર આપવામાં આવશે. આ સાથે જ દાખલ દર્દી તેમજ તેની સાથે આવેલા 1 સગાને 2 સમયનું પૌષ્ટિક ભોજન હોસ્પિટલ દ્વારા પૂરું પાડવામાં આવશે. સાથેસાથે તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સીનિયર સિટિઝન માટે અલાયદી સુવિધા પૂરી પડાશે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!