28.4 C
Ahmedabad
Friday, April 19, 2024

પંચમહાલ: વિદ્યાર્થિનીને ભગાડી જનારો શિક્ષક નિમેષ પટેલ છત્તીસગઢના ભટગાંવથી શહેરા પોલીસના હાથે ઝડપાયો


શહેરા
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાની એક ગામમાં હાઇસ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને શિક્ષક દ્વારા ભગાડી જવાના મામલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.આરોપી લપંટ શિક્ષક સગીર વિદ્યાર્થિનીને લઇને ભાગી જતા માતાપિતા દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ કરવામા આવી હતી.આથી શહેરા પોલીસની ટીમે હ્યુમન ટેકનીકલ સોર્સની મદદથી છત્તીસગઢ રાજ્યના ભટગાવ ખાતેની એક લોજમાંથી પકડી પાડ્યા હતા. આરોપી શિક્ષકને શહેરા પોલીસ મથક લાવીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં શાળા શિક્ષકે શિક્ષણને કલંકિત કરતુ કાળુ કૃત્ય કરે તેવી હરકત કરી હતી,જેમા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ભગાડ઼ી જતા શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ફરાર શિક્ષક સામે ફરિયાદ નોધાતા શહેરા પોલીસ દ્વારા પકડવાના ચક્રો ગતિમાન કરવામા આવ્યા હતા.જેમાં આરોપી શિક્ષક નિમેષભાઇ મોતીભાઇ પટેલ હાલ રહે.સંરકાનગરી-૨, ગોધરા જી.પંચમહાલ મુળ રહે.મલેકપુર તા.લુણાવાડા જી.મહિસાગર નાઓ તથા ભોગ બનનારા સગીરા મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર બાજુ હોવાની માહીતી પ્રાપ્ત થઈ હતી.પોલીસ મથકની સર્વેલન્સ ટીમના જાંબાજ પોલીસકર્મી વિપુલકુમાર તથા હિતેન્દ્રસિંહ સહીતની ટીમે મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર શહેરમાં જઈ તપાસ કરી હતી.પરંતુ મહારાષ્ટ્ર રાજ્યના નાગપુર ખાતે જઇ હ્યુમન સોર્સીસ તેમજ ટેક્નીકલ માધ્યમથી તપાસ કરતાં શિક્ષક છત્તીસગઢ રાજ્યના રાયપુર જીલ્લાના ભટગાંવ ખાતેની ગણપતી લોજમાં હોવાની માહિતી મળી હતી.પોલીસ ટીમે આરોપી શિક્ષકને ત્યા જઈને દબોચી લીધો હતો.તેની સાથે સગીરા પણ સહી સલામત રીતે હેમખેમ મળી આવી હતી.આથી શહેરા પોલીસ મથકે લાવીને પોલીસ મથકે લઇ આવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે,આમ શહેરા પોલીસ મથકના પીઆઈ રાહુલકુમાર રાજપુતના માર્ગદર્શન હેઠળ પોલીસટીમે આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી લીધો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!