33 C
Ahmedabad
Friday, March 29, 2024

પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર! શંકાસ્પદ ડ્રોન જોયા બાદ સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન


સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રવિવારે જમ્મુ અને કાશ્મીરના સાંબામાં જાખના સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિસ્તારના ગ્રામજનો દ્વારા એક શંકાસ્પદ ડ્રોન જોયાના એક દિવસ બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ તેમને શંકાસ્પદ ડ્રોન વિશે જાણ કર્યા પછી તેઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Advertisement

SOG DSP ઘરુ રામે કહ્યું, “પાકિસ્તાને ફરી એકવાર સાંબામાં ડ્રોન ષડયંત્રને અંજામ આપ્યો છે. અમને ગ્રામજનો પાસેથી શંકાસ્પદ ડ્રોન જોવાની માહિતી મળી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.”

Advertisement

“રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી એક ડ્રોન શનિવારે સાંજે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું, જેના પછી સ્થાનિક લોકો અને સુરક્ષા દળોમાં હલચલ મચી ગઈ.” ડીએસપીએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રોનને સાંબા સેક્ટરના સરહદી ગામ સારથી કલાન ખાતે જોવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રોન ડેરા અને મદુન ગામથી રીગલ અને ચક દુલમાથી પાકિસ્તાનમાં હૈદર પોસ્ટ સુધી ગયું. જ્યારે આ ડ્રોન જમીનથી ઓછામાં ઓછા 1 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું હતું, તો બીજી તરફ સુરક્ષા દળોએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે જઈને સવારે તમામ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!