37 C
Ahmedabad
Thursday, March 28, 2024

લો બોલો…!! મોડાસા ટાઉન પોલીસ લકઝરી બસ ચોરીની ફરિયાદ નોંધે તે પહેલા ઇસરી પોલીસે લકઝરી બસ સાથે એક ચોરને દબોચી લીધો


ગુજરાતમાં પોલીસતંત્ર ગુન્હાનો ગ્રાફ ઘટાડવા ચોપડે ફરિયાદ નોંધાતી ન હોવાના અનેક વાર આક્ષેપ થઇ ચુક્યા છે ત્યારે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન હદમાંથી ચોરી થયેલ લકઝરી બસની ફરિયાદ નોંધાય તે પહેલા ઇસરી પોલીસે કદવાડી ગામની સીમમાંથી લકઝરી બસ ચોરનાર એક આરોપી અને રાજસ્થાનમાં ખાડામાં ઉતરી ગયેલ લકઝરી રિકવર કરી લીધી હતી ત્યારે લકઝરી બસના માલિક ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન નોંધાવી કે પછી ચોરીની ફરિયાદ નોંધી નહીં ટાઉન પોલીસે તે અંગે અનેક સવાલ પેદા થયા છે ટાઉન PI ભરાઈએ પણ 4 વાગ્યા સુધી લકઝરી બસ ચોરી અંગે કોઈ ફરિયાદ નોંધાઈ ન હોવાનું અને આ અંગે મને કોઈ જાણકારી ન હોવાનું રટણ કર્યું હતું

Advertisement

Advertisement

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ઇસરી પોલીસે 4 વાગ્યાની આસપાસ લકઝરી બસ ચોરી કરનાર રાજસ્થાનના પપ્પુ રામલાલ થાવરાને કદવાડી નજીકથી ઝડપી પાડી તેના થોડાક સમયમાં લકઝરી પણ શોધી કાઢવામા સફળ રહી હતી ત્યારે લકઝરી બસ ચોરીની ફરિયાદ આરોપી મળી આવ્યાના બે કલાક પછી ટાઉન પોલીસ સ્ટેશનના ચોપડે વાહન માલિક કનુભાઈ કેશભાઈ પટેલના નામજોગ નોંધવામાં આવતા ટાઉન પોલીસે વાહવાહી મેળવવા ફરિયાદ નોંધી કે શું…??સહીત અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે ટાઉન પીએસઓએ ફરિયાદીનો નંબર પણ છુપાવતા હોય તેમ ફરિયાદમાં ફરિયાદીનો નંબર પણ ન હોવાનું રટણ કર્યું હતું

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરના માલપુર રોડ પર આઈટીઆઈ નજીક પાર્ક કરેલી ગુરૂકૃપા ટ્રાવેલ્સની લકઝરી બસની શનિવારે વહેલી સવારે ચોરી થતા વાહન માલિક ચોંકી ઉઠ્યા હતા આ અંગે ટાઉન પોલીસ પોલીસને જાણ કરતા ટાઉન પોલીસે જીલ્લા પોલીસ તંત્રને જાણ કરી દીધી હતી જો કે લકઝરી બસની ચોરી થયાના 15 કલાક સુધી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ન હોવાનું પીએસઓ મણિલાલે જણાવ્યું હતું છે સાંજે 7 વાગ્યાની આસપાસ ફરિયાદ નોંધાઈ હતી જો કે ફરિયાદ નોંધાઈ તે પહેલા ઇસરી પોલીસે લકઝરી બસ ચોરી કરનાર ઈસમને કદવાડી નજીક થી બપોરના સુમારે દબોચી લઇ બસ રાજસ્થાનના બલણીયા નજીકથી ખાડામાં ઉતરેલી મળી આવતા રિકવર કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!