36 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી: ભિલોડાના પાદરામાં વાઘેશ્વરી અને ટાકાટુકા વચ્ચેનો કોઝ વે તૂટી ગયો, અવર-જવર માટે હાલાકી


ભિલોડા તાલુકાના પાદરા ગામ ખાતે વાઘેશ્વરી અને ટાકાટુકા વચ્ચે હાથમતી નદીનું પાદરા ગામ નો સ્લીપ તૂટી જતાં લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવાનો વારો

Advertisement

Advertisement

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પાદરા ગામથી વાઘેશ્વરી અને ટાકાટુકા ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે જ્યારે ભિલોડા તાલુકામાં આ વર્ષે ભારે વરસાદ દરમિયાન અનેક જગ્યાએ ખેતી લાયક ફળદ્રુપ જમીનોનું ધોવાણ પણ થયું છે ત્યારે પાદરા ગામ પાસેથી પસાર થઈ રહેલ હાથમતી નદીનું સ્લીપ પણ તૂટી જતા લોકોને અવર-જવર કરવા માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે ત્યારે આ સ્લીપ પર વાહનોનું પણ અવર-જવર થાય છે. મોટે ભાગે ટુ – વ્હીલર વાહનો જ પસાર થાય છે.મોટા વાહનો પસાર થઈ શકતા નથી અને ટુ – વ્હીકલ સ્લીપ ખાતાં મોટે ભાગે અકસ્માતો પણ થાય છે.સ્લીપમાં ખૂબ જ મોટું ગાબડું પડવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાદરા હાથમતી નદીના સ્લીપ પર મોટું ગાબડું પડ્યું છે ત્યારે તંત્ર દ્વારા અગાઉ સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે,કોન્ટ્રાકટર ધ્વાર હલકી કક્ષાનું મટીરીયલ્સ વપરાયું હોય ત્યારે જાગૃત ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

Advertisement

Advertisement

ચોમાસાની સિઝન દરમિયાન સ્લીપ તૂટી જતા લોકો અવર-જવર કરવામાં મુશ્કેલી વેઠી રહ્યાં છે.પાદરા ગામના જાગૃત ગ્રામજનોએ જણાવ્યું કે,સ્લીપ ની જગ્યાએ હવે નવિન બ્રીજ બનાવવાની બળવત્તર માંગણી ઉદ્ધવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!