38 C
Ahmedabad
Wednesday, April 24, 2024

પંચમહાલ: અમારો મત કોને? આભડછેટ દુર કરે તેને ! ના સામાજીક સંદેશા સાથે નીકળેલી આભડછેટ મુક્ત ભારતયાત્રાનું શહેરા ખાતે આગમન


ગુજરાતમા વિધાનસભાની ચુટણી આવી રહી છે.રાજકીય પાર્ટીઓ દ્વારા ચુંટણી સમયે જે ઢંઢેરા કરવામા આવે છે. તેમાં આભડછેટ દુર કરવાનો મુદ્દાની ચર્ચા ભાગ્યે જ કરવામા આવે છે.અમારો મત કોને આભડછેટ મુક્ત કરે તેનેના સંદેશ સાથે નીકળેલી આભડછેટ મુક્ત ભારતયાત્રા શહેરા ખાતે આવી પહોચી હતી.આ યાત્રામાં લાબા બેનરમા છુઆછુત દુર કરી શકે તેને અમારો મત આપીશુ તેવા લખાણવાળો એક સંદેશો પણ પાઠવામા આવ્યો હતો.આ યાત્રા ગુજરાતના 90 તાલુકામાં ફરીને આ અંગે લોકોને માહીતગાર કરશે. આ ભારતયાત્રામાં અન્ય જીલ્લામાંથી આવેલા દલિત સમાજના અગ્રણી કાર્યકતાઓ અને મહિલા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ ભારતયાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવ્યુ હતુ કે ભારતદેશમાંથી આભડછેટ નાબુદ થવી જોઈએ પણ તે આભડછેટ હજી સુધી નીકળી નથી,આથી તે દલિત સમાજનુ અને સંવિધાન અન ભીમરાવનુ અપમાન છે,આગામી વિધાનસભાની ચુટણી આવી રહી છે,તેમા આ મુદ્દો ચર્ચાવો જોઈએ.જે રાજકીય પક્ષ આભડછેટ મુક્ત નાબુદ કરવાનુ કટીંબધં આયોજન કરશે.તેમને અમારો પવિત્ર મત આપીશુ.સાણંદથી આ અભિયાનની શરુઆત કરવામા આવી રહી છે.અને ધીમે ધીમે આ અભિયાનને અમે આગળ વધારી રહ્યા છે. 90 મીટર લાંબા બેનરમાં આભડછેટ મુક્ત માટે રાજકિય પાર્ટીઓ પોતાના ચુટણી ઢંઢેરામાં નક્કર આયોજન કરે તેમને અમે મત આપીશુ.તેમ જણાવામા આવ્યુ છે. પુના કરાર વખતે આભડછેટ દુર કરવાની વાત કરવામા આવી હતી.પણ હજી સુધી ભારતદેશમાંથી આભડછેટ ગઈ નથી.અમારી રજુઆત તમામ રાજકીય પક્ષોને છે.દેશમાં દલિત સમાજ પર અન્યાય થઈ રહ્યા છે.હાલમાં રાજસ્થાનમાં એક વિદ્યાર્થીની હત્યા કરી નાખવામા આવી હતી,સાથે દેશ છુઆછુત મુક્ત ભારત દેશ હોવો જોઈએ.એસટી અને એસસીના લોકો પર અત્યાર થઈ રહ્યા છે,તે ના થવા જોઈએ.અમે ભારત દેશના નાગરિકના લોકો છે.અમારો મત કોને આભડછેટ મુક્ત કરે તેને ના સંદેશા સાથે નીકળ્યા છે. આભડછેટ મુક્ત ભારતયાત્રા 1 થી 8 ઓગસ્ટ સુધીની યાત્રાહતી.અમે દલિત સમાજમાંથી પિત્તળ ઉઘરાવીને દલિત સમાજની અસ્મિતા જળવાય અને બાબા સાહેબ આંબેડકરના વિચારો જીવંત રહે તે માટે 1111 કિલોનો પિત્તળનો સિક્કો બનાવ્યો હતો.અને દિલ્લી ખાતે આપવા ગયા હતા.પણ તે સિક્કાનુ અપમાન કરવામા આવ્યુ છે. અમે પાછા ફર્યા હતા. પણ અમે આ યાત્રા ચાલુ રાખી છે. અને દલિત સમાજમાં અત્યાચાર અને અન્યાય,તેમજ આભડછેટ સહીતના પ્રશ્નોને ઉઠાવ્યો છે.દલિત સમાજના લોકોની સાથે સાથે એસટી સમાજ અને ઓબીસી સમાજના પ્રશ્નોને પણ અમે આ યાત્રામા ઉઠાવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!