અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે કડવથ ગામ નજીક ટોયાટો ઇટીઓસ કારમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફ્ળ બનાવી એક ખેપીયાને દબોચી લીધો હતો ખેરવાડાના ઠેકા પરથી 65 હજારનો વિદેશી દારૂ ભરી બે ખેપિયાઓ અમદાવાદના ચાંદલોડિયાના બુટલેગર કિશન દુબે ને આપવાનો હતો રાજસ્થાન થી કારમાં દારૂ ભરેલ અમદાવાદ ઘર કરે તે પહેલા પોલીસે ઝડપી લીધો હતો
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર સપાટો બોલાવતા બુટલેગરો શામળાજી પંથકના અંતરિયાળ માર્ગ પરથી દારૂની ખેપ મારી રહ્યા છે રતનપુર ચેકપોસ્ટ નજીક આવેલ રોયલ સેલ્યુટ હોટલ પાછળના રસ્તા થી કડવથ તરફ દારૂ ભરેલી કાર આવી રહી હોવાની બાતમી મળતા કડવથ નજીક પોલીસે સરકારી જીપ વડે નાકાબંધી કરતા કારમાં રહેલા બંને ખેપીયા કાર રોડ પર મૂકી નાસી છૂટતા એક ખેપીયાને દબોચી લીધો હતો કારમાં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂ- બિયર ટીન નંગ-174 કીં.રૂ.65500/- નો જથ્થો જપ્ત કરી ફરાર ખેપીયા સહીત વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
વાંચો ઝડપાયેલ LIC એજન્ટ અને અન્ય આરોપીના નામ
1) નારાયણ હગરામજી પાંડવાલા (LIC એજંટ,પાલપાદર-રાજસ્થાન)
2)લીલારામ હગરામજી પાંડવાલા (રહે,પાલપાદર,ડુંગરપુર-રાજસ્થાન)
3)ખેરવાડા ઠેકા પરથી દારૂ ભરી આપનાર બુટલેગર
4)કિસન ડૂબે ( ચાંદલોડિયા-અમદાવાદ) દારૂ મંગાવનાર બુટલેગર