36 C
Ahmedabad
Thursday, April 25, 2024

શિક્ષકોમાં નારાજગી, બંન્ને સંઘ સામે ભારે રોષ, OPS ને લઇને મોડાસાના ગાજણ ખાતે બેઠક


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ કરી રહ્યા છે ત્યારે મુખ્ય માંગ ઓલ્ડ પેન્શન યોજના હતી, જે સરકાર દ્વારા જાહેર તો કરાઈ છે પણ હવે શિક્ષકોમાં બે ફાંટા પડી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ વચ્ચે 2005 પછી સરકારી કર્મચારીઓને પણ આનો લાભ મળે તેવી માંગ ઉગ્ર બની છે. જે દિવસે સરકારે જાહેરાત કરી હતી તે જ દિવસે મોડી રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ જોવા મળ્યો હતો જોકે હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગાજણ નજીક શિક્ષણકોએ પોતાની પડતર માંગણીઓે લઇને વિરોધ પ્રદર્શન અને બેઠક યોજી હતી. શિક્ષકોની માંગ છે, સરકાર દ્વારા જે ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે, જે યોગ્ય નથી. આ જાહેરાતથી શિક્ષણ સંઘ અને શિક્ષકોમાં ભાગલા પાડવાની નીતિ ગણાવી હતી. આગામી દિવસોમાં શિક્ષકો દ્વારા કેવા કાર્યક્રમો યોજવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ આગામી 21 સપ્ટેમ્બરના રોજ શિક્ષકોએ ગાંધીનગર ખાતે સત્યાગ્રહણ છાવણીમાં વિરોધ પ્રદર્શન કરવા માટેની પણ રણનીતિ બનાવી હતી.

Advertisement

મોડાસાના ગાજણ ખાતે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને ઓલ્ડ પેન્શન યોજનાને લઇને પોતાની નારાજગી બતાવી હતી, શિક્ષક આગેવાનોએ એમ પણ જણાવ્યું હતું કે, તેઓને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે પણ તેઓએ મક્કમ રહેવાનું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!