35 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી : ઇસરી ગામના રસ્તાઓ ગંદકીથી ખદબદી ઉઠ્યા, PHC રોડ પર પાણી ભરાઈ રહેતા દર્દીઓને હાલાકી,મચ્છરજન્ય રોગચાળો ફાટ્યો


જીલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ગંદકીથી ખદબદતા ઇસરી ગામની મુલાકાત લે તેવી ગામલોકોમાં પ્રબળ માંગ

Advertisement

મેઘરજ તાલુકાના ઇસરી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવતી હોય તેમ રોડ-રસ્તા પર પાણી ભરાઈ રહેતા અસહ્ય દુર્ગંધ અને ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયતમાં જાગૃત નાગરિકો દ્વારા રોડ પર ભરાઈ રહેતા પાણી અને ગંદકી અંગે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી ન થતા ઇસરી ગામમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરે ઉડાડતા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે સ્વચ્છતા અભિયાનની ગ્રાંટ અંગે વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે

Advertisement

ઇસરી ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ રહેતા અસહ્ય ગંદકી અને માથું ફાડી નાખે એવી દુર્ગંધ થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાછતાં ગ્રામ પંચાયત રોડ પર ભરાઈ રહેલ પાણી અને ગંદકી દૂર કરવામાં આંખ આડે કાન કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ઇસરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર રોડ પર પાણી ભરાઈ રહેતા સારવાર લેવા આવતા દર્દીઓ, સગર્ભા મહિલાઓએ ગંદકીમાંથી પસાર થવું પડતું હોવાથી ચામડીના રોગનો ભોગ બની રહ્યા છે
ઇસરી ગામના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર, ગામમાં છેલ્લાં ઘણાં સમયથી ગંદકીની સમસ્યા પ્રવર્તી રહી છે.વારંવાર સ્થાનિકો દ્રારા ગંદકી મુદ્દે ગ્રામસભાઓમાં તેમજ સરપંચ અને તલાટી સમક્ષ અનેક ફરિયાદો કરવા છતાં આખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.રોડ રસ્તા પર ગંદકીના પગલે અને પાણી ભરાઈ રહેતા અનેક લોકો શંકાસ્પદ ડેન્ગ્યુ અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બની રહ્યા છે પરતું સ્થાનિક પ્રતિનિધિઓના પેટનું પાણી પણ હલતું નાં હોય તેમ ગંદકીના નિકાલ બાબતે સતત દૂર્લક્ષ સેવતા ગામનાં કેટલાંક વિસ્તારોની હાલત બદથી પણ બદતર થઇ ગઇ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!