29 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી: તમે હડતાળ પર ઉતરશો તો છુટા કરી દેવાશે, આવું કહેનાર વનવિભાગના અધિકારીઓ કોણ?


વનવિભાગના જંગલોમાં કામ કરતા રોજમદારો અને ચોકીદારો પોતાના હક માટે લડે છે પણ અધિકારીઓને પસંદ નથી…!!

Advertisement

સમગ્ર ગુજરાતાં વિવિધ વિભાગોના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે આઉટસોર્સિંગ અને રોજમદાર તરીકે કામ કરતા કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીને લઇને હડતાળ પર ઉતર્યા છે. જોકે આવા રોજમદારોને હડતાળ પર ઉતરવા માટે રોકવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના વનવિભાગના જંગલોની રક્ષા કરતા રોજમદાર, ચોકીદાર અને માળી તરીકે કામ કરતા લોકોના પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે તેઓ હડતાળ યોજી છે જોકે તેઓની માંગ સંતોષવાને બદલે અધિકારીઓ આવા નાના કર્મચારીઓને દબાવવાનો પ્રયાસ કરતા હોય તેવું લાગે છે. આડકતરી રીતે કેટલાક અધિકારીઓ એમ કહી રહ્યા છે કે, તમે હડતાળ પર ઉતરશો તો છૂટા કરી દેવાશે.

Advertisement

હક માટે ગાંધી માર્ગે આંદોલન કરવો તે તમામ વ્યક્તિનો અધિકાર છે પણ આવા અધિકારીઓ ઉચ્ચ હોદ્દા પર બેસી જાય પછી આખા સામ્રાજ્ય પર કબજો જમાવી દીધો હોય તેવો રોફ મારે છે પણ એકવાર રોજમદાર તરીકે કામ કરો અને રોજમદારને તમારી જગ્યા પર બેસાડી દો તો ખ્યાલ આવશે.

Advertisement

શાંતિપૂર્ણ રીતે તેઓ પોતાનો હક માંગ રહ્યા છે તો કેમ રોકવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ છે. હાલ વનવિભાગના બીટગાર્ડ અને ફોરેસ્ટર હડતાળ કરી રહ્યા છે તો શું રોજમદાર અને ચોકીદારને પોતાનો હક્ક માંગવાનો અધિકાર નથી કે શું ? અરવલ્લી જિલ્લાન વનવિભાગમાં ફરજ બજાવતા રોજમદારો અને ચોકીદારો પગાર વધારો અને કાયમી કરવાની માંગ સાથે હડતાળમાં જોડાયા છે. આ પહેલા તેમણે અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા ફોરેસ્ટ અધિકારીને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી જોકે, તેઓને કોઇપણ પ્રકારનો જવાબ નહીં આવતા આખરે તેઓ હડતાળમાં જોડાઈ ગયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!