31 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી: ભિલોડા આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિધાલયમાં 36 મી નેશનલ ગેમ્સ અવેરનેસ કમ્પેઈનની ઉજવણી યોજાઈ 


ભિલોડા શ્રી અર્બુદા સેવા સંધ ધ્વારા સંચાલિત માતૃશ્રી આર.જે.તન્ના પ્રેરણા મંદિર વિધાલયમાં રમત – ગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ધ્વારા આયોજીત અને કલેક્ટરના આદેશાનુસાર ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કાર્યક્રમની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય ઈન્દુબેન ભાવિનભાઈ તબિયાર ઉપસ્થિત રહ્યા હતા.યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.સંસ્થાના મંત્રી દામુભાઈ પટેલ એ ખેલાડીઓ, વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લેવા જણાવ્યું હતું.આચાર્ય રમણભાઈ પટેલએ ખેલાડીઓ, વિદ્યાર્થીઓને દરરોજ એક કલાક નિયમિત કસરત કરવા માટે ફાળવવો જોઈએ,વિધાર્થીઓને તંદુરસ્ત રાખવા માટે કાળજી લેવા માટેની ખાસ અપીલ કરી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન વ્યાયામ શિક્ષક દિનેશભાઈ ચૌધરી,પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત ઈન સ્કૂલ કોચ જયેશભાઈ, ઓવેશભાઈ બાયડીયાએ કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!