અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં તસ્કર ટોળકીએ જમાવટ કરી છે ચોર લૂંટારુ ગેંગ બેફામ બની બંધ મકાનો અને ધંધા રોજગારના સ્થળોને નિશાન બનાવી ચોરી લૂંટની ઘટનાઓને અંજામ આપી ખાખી વર્દીને ચેલેન્જ આપી રહી છે ગ્રીનપાર્ક સોસાયટીમાં બે બંધ મકાનમાં ઘરફોડ ચોર ગેંગ ત્રાટકી 6 લાખથી વધુની ચોરી કરી ઘર આગળ પાર્ક કરેલી એસેન્ટ કાર લઇ રફુચક્ક થઇ ગયા હતા મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ તંત્રના નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર,ગ્રીનપાર્ક સોસાયટીમાં કલ્પેશ કુમાર સિકંદર ભાઈ તબીયાડ અને તેમની બાજુમાં તેમના સાઢુ ભાઈ રહે છે તેમના સાસુ બીમાર હોવાથી બંને સાઢુ ભાઈ પરિવાર સાથે બંને મકાન બંધ કરી ખબર કાઢવા ગયા હતા રાત્રીના સુમારે બંને બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી સોના ચાંદીના દાગીના, મોંઘીદાટ સાડીઓ, રોકડ રકમ અને ઘર આગળ પાર્ક કરેલી એસેન્ટ કાર લઇ ફરાર થઇ ગયા હતા કલ્પેશ ભાઈને ઘરે ચોરી થઇ હોવાની જાણ થતા બંને પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં રહેલ તિજોરી અને કબાટમાં તોડફોડ થવાની સાથે અંદર રાખેલ સોના ચાંદીના ગાયબ જણાતા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી