35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

Mera Gujarat Impact : પાલિકાની કાર્યવાહી પહેલા જ ગોકુલેશ કોમ્પ્લેક્ષ પર બાંધકામ દૂર કરાયું, હજુ પાલિકાની કાર્યવાહી તો બાકી જ


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદે બાંધાકામો થતા હોવાની બૂમો પડી રહી છે, જેને લઇને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. આવી જ એક બૂમ પડી હતી કે લીયો પોલિસ ચોકી અને પાલિકાના રસ્તા પર જ ગોકુલેશ કોમ્પ્લેક્ષમાં બાંધકામ થઇ રહ્યું છે તે કાયદેસર છે કે ગેરકાયદે તેવા સવાલો ઉઠ્યા હતા. આ અંગે મેરા ગુજરાત પર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકા તપાસ કરે તે પહેલા જ ત્રીજા માળ પર કરવામાં આવેલા બાંધકામને જાતે જ દૂર કરી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે પાલિકા આ બાબતે તપાસ ક્યારે કરશે ?

Advertisement

ગોકુલેશ શોપિંગમાં કેટલી મંજૂરી છે તે સવાલો આસપાસના લોકો પૂછી રહ્યા છે ત્યારે આ અંગે પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે કોઇપણ સંજોગોમાં ગેરકાયદે બાંધકામ ચલાવી નહીં લેવાય. મીડિયા અહેવાલમાં સવાલ કરાયો હતો કે, આ બાંધકામ કાયદેસર છે કે ગેરકાયદેસર તે પૂછતા જ આપોઆપ બાંધકામને દૂર કરી દેવામાં આવ્યું છે. પણ હજુ પાલિકાની કાર્યવાહી તો બાકી છે. હજુ કેટલું બાંધકામ કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે તે પાલિકાની તપાસમાં જ ખ્યાલ આવશે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં વર્ષો થી ટ્રાફીક ની સમસ્યા છે અને હવે દિનપ્રતિદિન વકરી રહી છે. પાલિકા નવા પ્રમુખ નિમાય, નવા કલેકટર આવે, ડી.એસ.પી કે પછી ગૃહ મંત્રી આવે ત્યારે ટ્રાફીક ની સમસ્યાનું નિરાકરણ કરી દઇશું તેવા આશ્વાશનો મળે ત્યારે લોકો ને થાય હાશ હવે કંઇક રાહત મળશે પરંતુ શું ખરેખર આ મહાનુભવો મોડાસાની ટ્રાફીક સમસ્યા નું નિવારણ થાય તેમાં રસ ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં માર્કેટ યાર્ડ થી લઇ ડીપ સુધી ના નગર ના હાર્દ સમા મુખ્ય માર્ગ પર થયેલ કોમર્શીયલ બાંધકામ પર થી તો ચોક્કસ નથી જ લાગતું. તમામ નિયમો હવા માં ઉડાવી પરવાનગી વિના તાંણી બંધાયેલ કોમર્શિયલ ઇમારતો સરકારના જી.ડી.સી.આર ની ધજ્જીયા ઉડાવી ને બનાવ્યા છે પરંતુ પાલિકા તંત્ર મગનું નામ મરી પાડતું નથી.

Advertisement

હાલ મોડાસાની લીઓ પોલીસ ચોકીની બાજુમાં પાલિકા જવાના માર્ગ પર પ્રાસ્તાવિત ગોકુલેશ કોમ્પલેક્ષ બની રહ્યું છે, જેમાં સરકારના જી.ડી.સી.આર પ્રમાણે જો હયાત બાંધકામ કરતા વધુ બાંધકામ કરવું હોય તો રોડ ના મધ્ય થી 24 મીટર + પાર્કીંગ ની જગ્યા છોડી બાંધકામ કરવાનું હોય છે. મળતી માહિતી અનુસાર વર્ષો પહેલા આ કોમ્પ્લેક્ષ માટે ગ્રાઉંડ ફ્લોર તેમજ એક માળ ની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રથમ માળ ઉપર બીજો માળ બાંધવામાં આવ્યો જે કથીત રૂપે ગેરકાયદેસર હોઇ પાલિકાએ 2008 માં તોડી પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્રારા યેનકેન પ્રકારે આકરણી કરી દેવામાં આવી હતી. હવે આજ કોમ્પ્લેક્ષ ચાર માળનું બનવા જઇ રહ્યુ છે, ત્યારે આ કોમ્પ્લેક્ષની મુલાકાત લેવા આવતા લોકો વાહન ક્યાં પાર્ક કરશે તે કોઇ ઉખાંણો નથી. સ્વાભાવિક છે રોડ પર જ કરશે અને એ પણ ટ્રાફીક ને અડચણ રૂપ થાય તે રીતે પાર્ક કરશે અને કરી રહ્યા છે અને ટ્રાફીક ની સમસ્યાનો આખો દોષ લારીવાળા ઉપર ઢોળી દેવામાં આવે છે. આ શોંપીગ માં મળતી માહિતી અનુસાર મોટુ હોસ્પિટલ બનવાનું છે ત્યારે અંદાજ લગાવી શકાય છે કે આ વિસ્તારની શું હાલત થશે ?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!