ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અનેક ગાય લમ્પી વાયર્સન ઝપેટમાં મોતના મુખમાં ધકેલાઈ રહી છે હજ્જારો ગાયો લમ્પી વાયરસથી પીડાઈ રહી છે સરકાર લમ્પી વાયરસ નાથવા માટે પનો ટૂંકો પડી રહ્યો હોય પશુપાલકો અહેસાસ અનુભવી રહ્યા છે રસીકરણ, આયુર્વેદીક અને હોમિઓપેથીક દવાઓ દ્વારા લમ્પી વાયરસને અટકાવવા તંત્ર દોડાદોડી કરી રહ્યું છે મોડાસા શહેરમાં રખડતી અનેક ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળી રહ્યા છે જીલ્લા પશુપાલન વિભાગે શહેરમાં મોટા ભાગની ગાયને વેક્સિનેશન સાથે સઘન સારવાર આપી રહ્યું છે
લમ્પી વાયરસે રાડ પડાવવાનું શરૂ કર્યું છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રખડતા પશુઓથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે શહેરના માર્ગો પર લમ્પી વાયરસ ગ્રસ્ત અનેક ગાય રખડતી ઠેર ઠેર નજરે પડી રહી છે જીલ્લા પશુપાલન વિભાગ દ્વારા લમ્પી વાયરસનો ભોગ બનેલી ગાયની ઓળખ આપી સઘન સારવાર આપી રહી છે લમ્પી વાયરસને નાથવા પશુપાલન વિભાગ સજ્જ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું
જીલ્લા પશુપાલન અધિકારી ડો.કે.જે પટેલના જણાવ્યા અનુસાર અરવલ્લી જીલ્લામાં લમ્પી વાયરસને નાથવા ગાયોને રસીકરણ કરવામાં આવી રહ્યું હોવાની સાથે એલોપેથીક અને હોમીઓપેથીક સારવાર આપવામાં આવી રહી છે મોડાસા શહેરમાં રખડતી મોટા ભાગની ગાયોનું રાત્રી દરમિયાન વેક્સિનેશન કરવામાં આવ્યું છે લમ્પી વાયરસગ્રસ્ત ગાયની માહિતી મળતા તબીબોની ટીમ તાબડતોડ પહોંચી સારવાર આપી રહી છે અને શહેરમાં એક પણ ગાય હજુ સુધી લમ્પી વાયરસથી મોતને ભેટી ન હોવાથી તંત્ર અને પશુપાલકો માટે રાહતના સમાચાર છે