જય અમીન-મેરા ગુજરાત
ધનસુરાના યુવાન કેયુ શાહ એ સ્ક્રિપ્ટ સુપરવાઈઝર ની જવાબદારી સંભાળી હતી અને ડાયલોગ્સનું અનુવાદ પણ કર્યું
ઓસ્કર એવોર્ડ મેળવવો અને ફિલ્મજગત સાથે સંકળાયેલી દરેક વ્યક્તિનું ડ્રિમ હોય છે અમરેલીના અને હાલ પેરિસમાં રહેતા ફિલ્મમેકર પાન નલીની (પંડ્યા) ગુજરાતી કમિંગ ઓફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.છેલ્લો શો ફિલ્મે એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીરઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે ‘ઓસ્કર અવૉર્ડ્સ’માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ’ની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મોને ટક્કર આપશે. દેશવાસીઓએ 14 ઓક્ટોબરે સુધી રાહ જોવી પડશે દેશમાં આ ‘છેલ્લો શૉ’ ફિલ્મ રિલીઝ થશે.
અરવલ્લી જીલ્લામાં અનેક બહુમુખી પ્રતિભાઓ છુપાયેલી છે ઓસ્કાર ૨૦૨૩ માટે નોમિનેટ થયેલ ફિલ્મ છેલ્લો શો નું ધનસુરા કનેક્શન વિશ્વ વિખ્યાત ફિલ્મ મેકર પાન નલિન ની ગુજરાતી ફિલ્મ ” છેલ્લો શો” ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા ૨૦૨૩ ની ભારત ની ઓસ્કાર એન્ટ્રી તરીકે સિલેક્ટ કરવામાં આવી છે.આ ફિલ્મ નાં નિર્માણ માં અરવલ્લી જિલ્લાના ધનસુરા નાં કેયુ શાહ પાયા થી જોડાયેલા રહ્યા હતાં. કેયુ શાહ એ આ ફિલ્મ ના સંવાદો ના અનુવાદ તેમજ સ્ક્રિપ્ટ સુપરવાઈઝર ની જવાબદારી સંભાળી હતી.કેયુ શાહ ની આ કામગીરી ને સહુએ બિરદાવી અભિનંદન આપ્યા હતા.