36 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગાંધીનગર ખાતે ભૂખ હડતાળ યોજી


ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હડતાળ યોજી હતી, જેમાં અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા અને ભૂખ હડતાળ યોજી વિરોધ કર્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમના ગ્રેડ પે ની માંગ સાથે છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી હડતાળ યોજી રહ્યા છે.

Advertisement

સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી રહ્યા છે, જોકે તેઓની માંગ સંતોષવામાં નહીં આવતા રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકાર દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને હડતાળ સમેટી લેવા જણાવ્યું હતું, જોકે, આરોગ્ય વિભાગના કર્મચારીઓના સંગઠને ઠરાવ કરવાની માંગ કરી હતી, ઠરાવ નહીં થતાં હડતાળ યથાવત રહી હતી, આ પહેલા મોટી સંખ્યામાં વિધાનસભા બહાર આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. હવે ગાંધીનગર ખાતે અરવલ્લી જિલ્લાના મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને આજે ભૂખ હડતાળ યોજી હતી,

Advertisement

આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગ
ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવામાં આવે
કોરોના કાળ દરમિયાન રજાઓમાં કરેલી કામગીરીનું ભથ્થું
ઝીરી કિલો મીટર પીટીએ આપવાની માંગણી
જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવાની માંગણી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!