કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના ગુરૂવારના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા, રાજુ શ્રીવાસ્તવના પુત્ર આયુષ્માને દિવંગત પિતાને મુખાગ્નિ આપતા પંચતત્વમાં વિલિન થઇ ગયા. દિવંગત રાજુ શ્રીવાત્સવની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તેમજ ચાહકો જોડાયા હતા. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવનું બુધવારે 58 વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું હતું.
રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લઈ જવામાં આવ્યા ત્યારથી તેઓ વેન્ટિલેટર પર હતા. AIIMSમાં 42 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેઓ જીવનની લડાઈ હારી ગયા.
રાજુ શ્રીવાસ્તવના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચાહકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને નાનપણથી જ મિમિક્રી કરવાનો ખૂબ શોખ હતો, તેથી તે કોમેડિયન બનવા માંગતો હતો. કાનપુરમાં પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂરો કર્યા પછી, રાજુ કોમેડિયન બનવાના સપના સાથે મુંબઈ શિફ્ટ થયો.
મુંબઈમાં સ્ટેન્ડ અપ કોમેડી સિવાય તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાજુ શ્રીવાસ્તવે પણ રાજકીય ગલિયારામાં એક અલગ ઓળખ બનાવી હતી.