વૈશ્વિક બજારના નબળા સંકેતો અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાની અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે (22 સપ્ટેમ્બર) ભારતીય સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા.
શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (BSE સેન્સેક્સ) આજે 419 પોઇન્ટના ઘટાડા સાથે 59,037 પર ખૂલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 110 પોઈન્ટની નરમાઈ સાથે 17,608ના સ્તરે ખુલ્યો હતો.
આજે બજારની સ્થિતિ
BSEમાં આજે કુલ 2,814 કંપનીઓએ ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જેમાંથી લગભગ 1,681 શેરો ઉછાળા સાથે અને 1,009 ઘટયા સાથે ખુલ્યા હતા. જ્યારે 124 કંપનીઓના શેર સ્થિર રહ્યા હતા. તે જ સમયે, 89 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે અને 15 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.
આજે શેરોમાં અપ અને ડાઉન
આજના ચડતા શેરોની વાત કરીએ તો આજે ITC, મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, HUL, NTPC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડસઇન્ડ બેંક સહિત ઘણી કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ, તો HDFC, ટેક મહિન્દ્રા, વિપ્રો, બજાજ ફિનસર્વ, HCL ટેક, HDFC બેંક, ઇન્ફોસિસ સહિતની ઘણી કંપનીઓના શેરમાં ઘટાડાનું વલણ છે.
ડોલર સામે રૂપિયો 40 પૈસાની નબળાઈ સાથે ખુલ્યો હતો
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયો આજે 40 પૈસાની મોટી નબળાઈ સાથે 80.37 રૂપિયા પર ખુલ્યો હતો. આ પહેલા બુધવારે છેલ્લા કારોબારી દિવસે ડોલર સામે રૂપિયો 22 પૈસાની નબળાઈ સાથે 79.97 રૂપિયા પર બંધ થયો હતો.