29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી: ભારતીય કિસાન સંઘનો ભિલોડા ગ્રામ પંચાયતનો જોરશોરથી વિરોધ


ભારતીય કિસાન સંઘ,ભિલોડા તાલુકાના હોદ્દેદારો ધ્વારા નમો કિસાન પંચાયતનો જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યું

Advertisement

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે છેલ્લા 28 દિવસથી ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે ધરણા પર બેઠા છે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે,ભાજપ પ્રેરિત કિસાન મોરચાના સંગઠન ધ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ ભિલોડા ગ્રામ પંચાયત કચેરી પાસે બતાવવા જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકરોએ જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.ખેડૂતોની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી સમગ્ર ભિલોડા તાલુકામાં કિસાન મોરચા ધ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ ના કરવા માટે લેખિતમાં જણાવ્યું હતું.નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ થશે તો દરેક ગામમાં વિરોધ પ્રદર્શન કરીશું તેમ ભિલોડા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ અમૃતભાઈ પટેલ,મંત્રી લખાભાઈ તરાર,સહમંત્રી મોંકમભાઈ પટેલ,પુર્વ પ્રમુખ શાંમળભાઈ પટેલ,પુર્વ મંત્રી નરોત્તમભાઈ પટેલ તેમજ હોદ્દેદારો, કાર્યકરો સહિત જાગૃત ખેડૂતોએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!