મોટા કોટડા ફોરેસ્ટમાં બહારના પશુપાલકો લંમ્પી રોગથી પીડાતી ગાયો, વાહનમાં ભરી ઉતારી ફરાર થઇ રહ્યા છે
પશુપાલકોની બેદરકારી થી અન્ય પશુઓ સહીત વન્ય પ્રાણીઓ લંમ્પી વાયરસનો ભોગ બને તો નવાઈ નહીં
ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ગાયોમાં લંમ્પી વાયરસનો કહેર ચાલી રહ્યો છે અનેક લંમ્પી ગ્રસ્ત ગાય મોતના મુખમાં ધકેલાઈ રહી છે કેટલાક પશુપાલકો લંમ્પીથી પીડાતી ગાયોને નધણિયાત હાલતમાં રખડતી છોડી મુકતા ગયોના ટપોટપ મોત નીપજી રહ્યા છે ઈડર તાલુકાના મોટા કોટડા ગામમાં ખેડ – તસિયા રોડ મોટા કોટડાની હદમાં ફોરેસ્ટ એરિયામાં અવાર – નવાર દૂધ ન દેતી ગાયો, લંપીના રોગવાળી ગાયો તેમજ સાંઢ ઉતારી જવના અવાર- નવાર બનાવોથી મોટા કોટડા ના ખેડૂતો પરેશાની ભોગવે છે.
ફાજલ ઢોરને વારંવાર મોટા કોટડાના ગ્રામજનો ફાળો એકઠો કરી વર્ષેમાં બે- ત્રણ વખત ઈડર પાંજળાપોળ માં મુકવાની ફરજ પડે છે. ઉભા પાકને રાત્રીના સમયે ભેરાણ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,હિંમતનગર તાલુકાના કરણપુર ગામના જસવંતસિંહ પરમાર,યાકુંદરાજ પટેલ અને ગામના વ્યક્તિઓએ આ ફોરેસ્ટમાં ટેમ્પોમાં ચાર ગાયો લંમ્પીના રોગથી પીડાતી હતી તે ગાયો ટેમ્પામાંથી ઉતારીને ભાગવા જતાં ટેમ્પાનો નંબર ગામના અમરભાઈ રઘજીભાઈ પટેલએ મોબાઈલ થી ફોટો પાડી દીધો જે ટેમ્પોનો નંબર. G.J. O1. DU. 5734 હતો.માલીકનો કોન્ટેક કરતા હા – ના કરતા અંતે વાત સ્વિકારી અને મોટા કોટડા બોલાવી આ ઉતારેલ ચાર ગાયો પરત ટેમ્પામાં ભરીને મોકલી આપી હતી.
આ વિસ્તારમાં આજુ-બાજુના ગામોમાંથી આવા ફાલતુ ઢોર દૂધ ન આપતા હોય તેવા પશુઓને વારંવાર ફોરેસ્ટમાં છોડી મુકવાનો સિલસિલો જોવા મળે છે.વન વિભાગ અને અન્ય ખાતાકીય કડકાઈ કરી આવા ત્રાસથી ખેડૂતોને મુક્ત કરવાની તાતી જરૂરિયાત છે તેમ મોટા કોટડા ગામના સરપંચ કોકીલાબેન જગુભાઈ પટેલે જણાવ્યું છે.