36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: મોટી મોયડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી પર હુમલાનો આક્ષેપ, TDO ને ફોન કરતા ફોન કટ કરી દીધો


અરવલ્લી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગે છે. જિલ્લાના મેઘરજ અને ભિલોડા પંથકમાં છેલ્લા ઘણાં સમયથી લાશ મળવાના સિલસિલા વચ્ચે હુમલાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો હોવાના કિસ્સાઓ સામે આવે છે. હવે તો સરકારી કર્મચારીઓ પણ તેનાથી બાકાત રહ્યા નથી અને તેમાંય મહિલા કર્મચારીઓ પર આવી ઘટનાઓ સામે આવી રહી છે.

Advertisement

મેઘરજ તાલુકાના મોટી મોયડી ગ્રામ પંચાયતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નીલમ પરમારે જણાવ્યું કે, તારીખ 22 સપ્ટેમ્બર 2022 ના રોજ ગ્રામ પંયાયતની ગ્રામસભા યોજાઈ હતી, જે પૂર્ણ કરી મહિલા તલાટી પંચાયતમાં આવ્યા હતા ત્યારે પંચાયતના હોદ્દેદારો પંચાયત આવી પહોંચ્યા અને મહિલા તલાટી કમ મંત્રી સાથે અભદ્ર વર્તન કરી હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલા તલાટીએ એ પણ આક્ષેપ કર્યો છે કે, તેમની ચેમ્બરમાં સરપંચ, ડે.સરપંચ સહિતના લોકો ધસી આવ્યા હતા અને તેમના કપડાં ફાડી નાખ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલિસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મેઘરજની મોટી મોયડી ગામે ગ્રામ પંચાયતમાં બનેલી ઘટનાને લઇને તાલુકા પંચાયતને ગંભીરતા ન દાખવી હોય તેવું લાગે છે. આ અંગે મીડિયાએ મેઘરજ તાલુકા પંચાયતના અધિકારી TDO નો સંપર્ક કરી આ બાબતે શું કાર્યવાહી કરી છે તે પૂછતા જ ટીડીઓએ ફોન કટ કરી દેવાનું યોગ્ય સમજી પોતાની જવાબદારી નિભાવી હતી.

Advertisement

ગ્રામ પંચાયતમાં આટલી મોટી ઘટના ઘટવા છતાં તાલુકા પંચાયતના અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી તો આ જવાબદારી કોની તે પણ એક સવાલ છે. શું મેઘરજ તાલુકા વિકાસ અધિકારી મોઢે પટ્ટી લગાવી કાળા ચશ્મા પહેરી લીધા છે કે શું તે પણ એક સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!