35 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લીમાં હાહાકાર મચાવનાર GUJCTOC નો આરોપી સૂકો ડુંડ પોલિસ જાપ્તામાંથી ફરાર, કોણ છે સૂકો ડૂંડ, જાણો


અરવલ્લી જિલ્લામાં હત્યા, લૂંટ તેમજ દારૂની હેરાફેરી કરનાર સૂકો પોલિસ જાપ્તામાંથી ફરાર થઇ ગયાની ઘટના સામે આવતા પોલિસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. સૂકા ડુંડ એ નામચીન હતો જેને લઇને પોલિસે તેની સામે ગુજ સી ટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી ત્યારે વચગાળાના જામીન દરમિયાન પોલિસ પહેરા વચ્ચેથી આવેલો સૂકો ડુંડ પોલિસને ચકમો આપી પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

1 PSI અને 7 પોલિસ કર્મચારીઓના પહેરા વચ્ચેથી ફરાર…!!
આરોપી સૂકા ડુંડને કોર્ટમાંથી જામીન મળતા પોલિસ પહેરા વચ્ચે તે ઘરે આવ્યો હતો. જેમાં 1 પી.એસ.આઈ. અને 7 પોલિસ કર્મચારીઓો સૂકા ડુંડની ઘરની આજુબાજુમાં પહેરો હતો ત્યારે વચગાળાના જામી દરમિયાન સૂકો ડુંડ ફરાર થઇ જતાં પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. સૂકો ફરાર થઇ જવાની ઘટના સામે આવતા તેને ઝડપી પાડવા જિલ્લાભરની પોલિસે દોડતી થઇ ગઇ છે.

Advertisement

આજથી બરોબર દોઢ વર્ષ પહેલા સૂકા ડુંડને પોલિસે ઝાડી-ઝાંખરામાંથી ઝડપ્યો હતો
અરવલ્લી પોલીસ વડા સંજય ખારાતના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ભરત બસીયા, LCB, SOG, પેરોલ ફર્લો અને ભિલોડા પોલીસે અપહરણ વીથ મર્ડરના ગુન્હામાં સામેલ નામચીન બુટલેગર સુકા ડુંડ અને તેના સાગરીતોને ઝડપી પાડવા અનેક જગ્યાએ રેડ કરવાની સાથે ડોડીસરા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું તેમ છતાં પકડથી દૂર રહ્યા હતો. ડીવાયએસપી ભરત બસીયાએ તો ભિલોડા પંથકમાં ધામા નાખી સુકા ડુંડ અને તેના સાગરીતોની શાન ઠેકાણે લાવવા શખ્ત કાર્યવાહી કરી હતી તેમ છતાં પકડ થી દૂર રહ્યો હતો. જો કે જીલ્લા પોલીસ તંત્ર સૂકા ડુંડને ઝડપી પાડવા સતત વોચ લગાવી, હ્યુમન ઇન્ટેલીજન્ટ અને ટેકનિકલ સર્વેલન્સ અને સંભવીત સ્થળોએ તપાસ આદરી હતી લૂંટ વિથ મર્ડરના આરોપી સૂકા ડુંડ તેના ઘરે અને આજુબાજુ વિસ્તારમાં ફરતો થતાની સાથે પોલીસ તંત્ર સક્રિય બની સજ્જડ બાતમીના આધારે આજથી એક દોઢ વર્ષ અગાઉ તેના ગામ નજીક પસાર થતા રોડ નજીક ઝાડી-ઝાંખરામાંથી દબોચી લીધો હતો.

Advertisement

અરવલ્લીમાં 19 કુખ્યાતો સામે દાખલ કરાયેલા ગુજ સી ટોકમાં સૂકા ડુંડનો પણ હતો સમાવેશ
અરવલ્લી જિલ્લામાં ગેંગ બનાવીને રોફ જમાવતા એકસાથે 19 આરોપીઓ સામે પોલિસે કાર્યવાહી કરી હતી. જિલ્લા પોલિસ વડા સંજય ખરાત તેમજ તત્કાલિન નાયબ જિલ્લા પોલિસ વડા ભરત બસિયા દ્વારા ભિલોડા પોલિસ સ્ટેશનને સૂચના આપવામાં આવી હતી કે ગેંગ બનાવી પ્રજાને લૂંટવાનો તેમજ રોફ જમાવી ડરાવવા તેમજ ધમકાવવાની પ્રવૃત્તિ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. આ સમયે સૂકો ઉર્ફે ભંવરલાલ ઉર્ફે મહારાજ બાબુભાઈ ડુંડ છેલ્લા ઘણાં વર્ષોથી ભિલોડા તાલુકાના ડોડીસરા, ધંધાસણ, બોરનાલા, જેશીંગપુર તેમજ રાજસ્થાન રાજ્યના ખેરવાડા તાલુકાના ઝાંજરી અને વીછીવાડા તાલુકાના જાંબુડી ગામોના તેમજ અન્ય ગામોના કેટલાક ગુનાગાર સાગરિતો સાથે મળીને ગંભીર ગુનાઓને અંજામ આપતો હતો, ત્યારે આવા તત્વો સામે પોલિસે કાર્યવાહી કરી હતી અને એકસાથે ઓગણિસ જેટલા તત્વો સામે પોલિસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ એટલે કે, ગુજ સી ટોક એક્ટ 2015 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સૂકા ડુંડનો પણ સમાવેશ થયો હતો. ત્યારે આટલી બધી ઘટનાઓને અંજામ આપનાર સૂકો ડુંડ ફરાર થઇ જતાં પોલિસની કામગીરી પર ફરીથી પાણી ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!