29 C
Ahmedabad
Thursday, April 25, 2024

છોટાઉદેપુર : બોડેલી ST ડેપોમાં ઇંગ્લિશ દારૂની મહેફિલ, Video વાઇરલ થતાં ખડખડાટ


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થતો હોય છે પણ કેટલીક વખત દારૂની મહેફિલ મળતા વિડીયો સામે આવતા હોય છે એટલું જ નહીં ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના અનેક પ્રયાસો અને પોલીસ નિષ્ફળ બનાવતી હોય છે ત્યારે એક વિડિયો વાયરલ થયો છે જેમાં ઇંગ્લશ દારૂની મહેફીલ માણતા એસટી ડેપોનો  ન એક વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના બોડેલી એસટી ડેપોમાં ઇંગ્લશ દારૂની મહેફિલ મારતો વિડીયો સામે આવતા ચકચાર જવા પામ્યો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુરના બોડેલી એસટી ડેપોનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં સિક્યુરિટી ઓફિસમાં ઈંગ્લીશ દારૂ પીતા ત્રણ વ્યક્તિઓ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. ખાખી પેન્ટ અને ગંજી સાથે સરકારી કચેરીમાં ઇંગ્લશ દારૂની મહેફિલ માણતા હોવાની ચર્ચા એ જોર પકડય છે ત્યારે વાયરલ વીડિયોને લઈને સમગ્ર બોડેલી પંથકમાં ટૉક ઑફ ધ ટાઉન બન્યો છે. વિડીયો વાયરલ થતા એસટી વિભાગના કર્મચારીઓમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. જોકે આ બાબતે હજુ કાર્યવાહી થઇ છે કે નહીં તે અંગે ચોક્કસ જાણકારી મળી નથી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!